For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીથી ચંદ્રબાબુ નાયડૂ ખફા? રેલીમાં સ્ટેજ શેર નહિ કરે

સોનિયા ગાંધીથી ચંદ્રબાબુ નાયડૂ ખફા? સ્ટેજ શેર નહિ કરે

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યમાં વોટર્સને લલચાવવા માટે ચૂંટણી સભાનો દોર ચાલી રહ્યો છે. પરંતુ આની સાથે જ એવી અટકળોને વિરામ લાગી ગયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તેલંગાણાની રેલીમાં સોનિયા ગાંધીની સાથે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ 23મી નવેમ્બરે તેલંગાણામાં થનાર રેલીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે સ્ટેજ શેર નહિ કરે. અન્ય પક્ષો સાથે બંને પાર્ટીઓએ ગઠબંધન બનાવ્યું છે. જે બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને સોનિયા ગાંધી મેડચલ જનસભામાં એક મંચ પર આવે તેવી અટકળો સેવાઈ રહી હતી, પરંતુ ચંદ્રબાબુના એક નિવેદને બધી જ અટકળો ખતમ કરી દીધી છે.

સોનિયા ગાંધી રેલી કાઢશે

સોનિયા ગાંધી રેલી કાઢશે

કોંગ્રેસે પાછલા મહિને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વિરુદ્ધ તેલંગાણા દેશમ પાર્ટી અને તેલંગાણા જન સમિતિ તથા ભાપકા સાથે ગઠબંધન કર્યું છે. જેને 'પ્રજકુટ્ટમી' (જન ગઠબંધન)નું નામ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સાત ડિસેમ્બરે થનાર છે.

ચંદ્રબાબુ હાજરી નહિ આપે

ચંદ્રબાબુ હાજરી નહિ આપે

ખુંટિયાએ જણાવ્યું કે રાહુલ ગાંધી 28 અને 29મી નવેમ્બરે આંધ્ર પ્રદેશના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ચંદ્રબાબુ નાયડૂ કોંગ્રેસ સાથે પ્રચાર કરશે. એમણે કહ્યું કે ચંદ્રબાબુ નાયડૂ બધી જનસભામાં નહિ બલકે અમુક સભાઓમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરશે. ખુંટિયાએ કહ્યું કે કોંગ્રેસ 23 નવેમ્બરે રાજ્યમાં ઘોષણાપતર જાહેર કરી શકે છે.

મહાગઠબંધનનો પાયો નાખવાની કોશિશ

મહાગઠબંધનનો પાયો નાખવાની કોશિશ

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂ મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં વિપક્ષી એકતાની કવાયતમાં જોડાઈ ચૂક્યા છે. આ કારણ જ છે કે પાછલા દિવસોમાં દિલ્હીમાં એમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર તથા નેશનલ કોન્ફ્રન્સના સુપ્રીમો ફારુક અબ્દુલ્લા સાથે પણ મુલાકાત કરી મહાગઠબંધનનો પાયો નાખવાની કોશિશ કરી હતી.

તેલંગાણાના સૌથી અમીર સાંસદની રાહુલ ગાંધી સાથે મુલાકાત, કોંગ્રેસમાં જોડાશેતેલંગાણાના સૌથી અમીર સાંસદની રાહુલ ગાંધી સાથે મુલાકાત, કોંગ્રેસમાં જોડાશે

English summary
during rally in telangana chandrababu won't share stage with sonia gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X