ઇન્ટરવ્યૂ દરમિયાન નારેબાજી પર પોતાના જ ભક્તો પર ભડકી રાધે માં
પોતાને દેવી ગણાવતી રાધે માં ફરી એકવાર વિવાદોમાં આવી છે. આ વખતે તે પોતાના જ ભક્તો સાથે લડી પડ્યા છે. રાધે માં બુધવારે પોતાના ભક્તો પર ગુસ્સે થઇ ગઈ. એક પ્રાઇવેટ ઇન્ટરવ્યૂ દરમિયાન ભક્તો ઘ્વારા નારેબાજી કરવા પર તેઓ ગુસ્સે થયા હતા. ભક્તો પર ભડકેલી રાધા માએ કહ્યું કે મેં તમને જન્મ આપ્યો છે, તમે મને જન્મ નથી આપ્યો. ત્યારપછી તેઓ ભક્તોને ફટકાર લગાવવા લાગ્યા. ભોપાલ પહોંચેલી રાધે માંએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી.

ભક્તોને ફટકાર લગાવી
બુધવારે રાધે માં ભોપાલ પહોંચી હતી, જ્યાં તેઓ એક ચેનલ સાથે વાતચીત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન તેઓ કહી રહ્યા હતા કે મનુષ્યને અહંકારથી દૂર રહેવું જોઈએ, પરંતુ થોડા જ સમયમાં રાધે માં પોતાના જ ભક્તો પર ગુસ્સે થઇ ગયા. તેમને ભક્તોને કહ્યું કે મેં તમને જન્મ આપ્યો છે, તમે મને જન્મ નથી આપ્યો.

રાજનીતિથી દૂર
રાધે માં ઘ્વારા ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું કે સંતોના રાજકારણ પર તેઓ કઈ જ કહેવા નથી માંગતા, પરંતુ તેમને રાજનીતિમાં આવવામાં કોઈ જ રસ નથી. તેમને કહ્યું કે લોકો વચ્ચે ચેરિટી ઘરથી શરુ થવી જોઈએ. બાળકોએ પોતાના માતાપિતા સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ.

રાધે માં વિરુદ્ધ સમન્સ
આપને જણાવી દઈએ કે રાધે માં વિરુદ્ધ અપરાધિક માનહાની કેસમાં સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. તેમને 26 ઓગસ્ટ 2019 દરમિયાન હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે. વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા પ્રધાન સુરિંદર મિત્તલ ઘ્વારા રાધે માં પર માનહાની કેસની અરજી દાખલ કરવામાં આવી છે.