For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABVP એ અંકિત બસોયા પર મોટી કાર્યવાહી કરી, સંગઠનથી બહાર

આપને જણાવી દઈએ કે અંકિત બસોયા પર આરોપ છે કે તેને નકલી ડિગ્રીને આધારે ડીયુમાં એડમિશન લીધું છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હી યુનિવર્સીટી સ્ટુડન્ટ યુનિયન પ્રેસિડેન્ટ અંકિત બસોયાની નકલી ડિગ્રી મામલે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી અંકિત બસોયાને પોતાના પદથી રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે તેને સંગઠનની બધી જ જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અંકિત બસોયા પર આરોપ છે કે તેને નકલી ડિગ્રીને આધારે ડીયુમાં એડમિશન લીધું છે.

ankit baisoya

એનએસયુઆઇ શરૂઆતથી જ અંકિત બસોયાની બેચલર ડિગ્રીને નકલી ગણાવતું રહ્યું છે અને તેમને ડીયૂના વાઇસ ચાન્સેલરને પત્ર લખીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. જયારે બીજી બાજુ અંકિતે આ આખા વિવાદને વિપક્ષની ચાલ ગણાવી છે. પરંતુ આરોપ પછી જયારે તેમને તેમના બેચલર વિષયો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કઈ પણ યાદ ના હતું.

પોતાના બેચલર વિષયો જ ભૂલી ગયા અંકિત બસોયા

દિલ્હી યુનિવર્સીટીના નવનિર્વાચીન અધ્યક્ષ અંકિત બસોયાને બેચલરમાં ભણેલા પોતાના વિષયો જ યાદ નથી. અંકિત બસોયા એ તિરુવલ્લુર યુનિવર્સીટીથી બેચલર્સ કર્યું છે. કોંગ્રેસનું વિધાર્થી સંગઠન એનએસયુઆઇ ઘ્વારા તેની ડિગ્રી નકલી ગણાવતા તેના અંકિત બસોયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેવામાં હાલમાં જ અંકિત બસોયાને તેના બેચલર્સ વિષય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે તેને વિષયો યાદ નથી. અંકિત બસોયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને અંગ્રેજી સહીત ઘણા વિષયો ભણ્યા છે, પરંતુ બાકી વિષયો તેને યાદ નથી. તેના પછી અંકિત બસોયાની ડિગ્રીની જાંચ ચાલી રહી છે.

English summary
DUSU presiident ankit baisoya fake degree case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X