
પહેલા બેંક ડુબવા પર થતો હતો પછતાવો, હવે 5 લાખ સુધીની ગેરંટી: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) પ્રથમ રૂ.5 લાખ સુધીની ડિપોઝિટ વીમા ચુકવણીની ગેરંટી સમારોહમાં થાપણકર્તાને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ દેશ માટે અને દેશના કરોડો બેંક ખાતાધારકો માટે બેંકિંગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ દિવસ છે. દાયકાઓથી ચાલી આવતી એક મોટી સમસ્યાને કેવી રીતે હલ કરવામાં આવી છે, આજનો દિવસ તેનો સાક્ષી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પહેલા બેંક ડૂબવા પર માત્ર અફસોસ થતો હતો, પરંતુ આજથી 5 લાખ રૂપિયા સુધીની ગેરંટી આપવામાં આવશે.
નોંધનીય છેકે હવે બેંક ડૂબવાના કિસ્સામાં ખાતાધારકને ચૂકવણીને વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. અગાઉ, જો બેંક ડૂબતી અથવા નાદાર હોય તો તેના ગ્રાહકને માત્ર એક લાખ રૂપિયા સુધીનું રિફંડ મળતું હતું. હવે સરકારે તેને વધારીને 5 લાખ રૂપિયા કરી દીધા છે. આ સંબંધમાં આજે PM મોદીએ વિજ્ઞાન ભવનમાં 'થાપણદારો ફર્સ્ટ: ગેરંટીડ ટાઈમ-બાઉન્ડ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ પેમેન્ટ રૂ. 5 લાખ સુધી' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ થાપણદારોના વર્ષોથી ફસાયેલા નાણાં મળ્યા છે. આ રકમ લગભગ 1300 કરોડ રૂપિયાથી વધુ છે. આ પછી પણ 3 લાખ વધુ થાપણદારોના પૈસા બેંકોમાં ફસાયેલા છે. આપણા દેશમાં, બેંક થાપણદારો માટે વીમાની સિસ્ટમ 60 ના દાયકામાં બનાવવામાં આવી હતી. અગાઉ, બેંકમાં જમા 50,000 રૂપિયા સુધીની રકમ પર જ ગેરંટી હતી, પછી તેને વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી. અમે આ રકમ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે.
વર્ષોથી ઘણી નાની જાહેર ક્ષેત્રની બેંકોને મોટી બેંકો સાથે મર્જ કરીને, તેમની કેપેસિટી, કેપેબલિટી અને ટ્રાંસપરંસી દરેક રીતે મજબૂત કરવામાં આવી છે. જ્યારે આરબીઆઈ સહકારી બેંકોની દેખરેખ રાખે છે, ત્યારે તે તેમનામાં સામાન્ય થાપણદારોનો વિશ્વાસ પણ વધારશે. પહેલા જ્યાં પૈસા રિફંડ માટે કોઈ સમય મર્યાદા ન હતી, હવે અમારી સરકારે તેને 90 દિવસ એટલે કે 3 મહિનાની અંદર ફરજિયાત બનાવ્યું છે. એટલે કે, બેંક ડૂબવાની સ્થિતિમાં પણ, થાપણદારોને તેમના પૈસા 90 દિવસમાં પાછા મળી જશે.
For years, the attitude of slipping the problems under the carpet was prevalent in our country. But today's New India focuses on resolving the problems, not delaying their resolution: PM Narendra Modi while addressing depositors in a bank deposit insurance event in Delhi pic.twitter.com/R7TpowmZOv
— ANI (@ANI) December 12, 2021