• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Earthquake: આસામ સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના મોટા ઝટકા, 6.4 જણાવવામાં આવી રહી છે તીવ્રતા

|

ગુવાહાટીઃ બુધવારે સવારે આસામના ગુવાહાટી સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઝટકા સવારે 7 વાગીને 51 મિનિટે આવ્યો છે જેની તીવ્રતા 6.7 માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર હજુ સુધી જાણવા મળી શક્યુ નથી પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે લોકોને ભૂકંપના ઝટકાને ઘણી વાર સુધી અનુભવાયા છે. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા છે. હજુ સુધી જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે લોકો કોરોના વાયરસના આ આક્રમણના કારણે પહેલેથી જ ગભરાયેલા છે ત્યાં ભૂકંપના આ ઝટકાએ લોકોને વધુ ભયભીત કરી દીધા છે.

જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી

જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ટ્વિટ કર્યુ છે કે, 'આસામમાં ભૂકંપનો મોટો ઝટકો અનુભવાયો છે. હું દરેકના કુશળ મંગળ હોવાની કામના કરુ છુ. સાથે જ લોકોને અપીલ કરુ છુ કે તે સંપૂર્ણપણે એલર્ટ રહ્યા, હું અન્ય જિલ્લાઓમાંથી પણ અપડેટ લઈ રહ્યો છુ.' તમને જણાવી દઈએ કે મંગળવારે હરિયાણાના રોહતકમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રોહતકમાં કાલે સાંજે 7 વાગીને 10 મિનિટે ભૂકંપ આવ્યો હતો. રિકર્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3 નોંધવામાં આવી હતી. જોકે અહીં પણ કોઈ પ્રકારના જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી.

ભૂકંપ આવવા પર શું કરવુ

ભૂકંપ આવવા પર શું કરવુ

  • ઘરની અંદર અને બહાર સુરક્ષિત સ્થળ શોધો.
  • જો ભૂકંપ આવે તો તમે સીધા એ સ્થળે જતા રહો.
  • અમુક સુરક્ષિત સ્થળ - મજબૂત ટેબલ, બેડ નીચે, કોઈ અંદરની દિવાલ સાથે.
  • એ જગ્યાએથી દૂર રહો જ્યાં બારી, કાચ, ફોટામાંથી કાચ નીચે પડીને તૂટી શકતા હોય અથવા જ્યાં પુસ્તકો ભારે શેલ્ફ અથવા ભારે ફર્નીચર નીચે પડી શકતા હોય.

ઠાણેની ક્રિટિકેર હોસ્પિટલમાં લાગી આગ, 4 દર્દીઓના મોતઠાણેની ક્રિટિકેર હોસ્પિટલમાં લાગી આગ, 4 દર્દીઓના મોત

આ વસ્તુઓથી દૂર રહો

આ વસ્તુઓથી દૂર રહો

  • ખુલ્લા વિસ્તારમાં બિલ્ડિંગ, વૃક્ષ, ટેલીફોન, વીજળીની લાઈનો, ફ્લાઈ ઓવરો તથા પુલોથી દૂર રહો.
  • ઈમરજન્સી ટેલીફોન નંબરોને પોતાના મોબાઈલમાં સેવ કરીને રાખો(જેવા કે ડૉક્ટરો, હોસ્પિટલો, પોલિસના નંબર)
  • પરિવારના સભ્યોને ભૂકંપ વિશે માહિતી આપો.
English summary
Earthquake: 6.4 Magnitude earthquake hit Sonitpur, Assam today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X