અરુણાચલ પ્રદેશમાં ભારત ચીન સીમા પર 6.4ની તીવ્રતાનો ભૂકંપ

Written By:
Subscribe to Oneindia News

અરુણાચલ પ્રદેશની નજીક ભારત ચીનની સીમા પર આવ્યા ભૂકંપના તીવ્ર ઝટકા. પ્રાપ્ત માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4ની માપવામાં આવી છે. શનિવારે સવારે તિબ્બતની નીંગચી વિસ્તારમાં આ તીવ્ર ભૂકંપ અનુભવાયો હતો. જો કે ભૂકંપના કારણે કોઇ મોટું જાન-માલનું નુક્શાન નથી થયું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર અંદર હોવાનું મનાઇ રહ્યું છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આવેલા આ ભૂકંપ પછી સવારે 8 :30 પણ લોકો ફરી ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. બીજો ભૂકંપ પણ 5ની તીવ્રતાનો હતો તેમ મનાય છે.

India

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની બોર્ડર પર એક પછી એક બે વાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા આસપાસના લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા. જો કે તીવ્રતા ઓછી હોવાના કારણે જાન-માલને કોઇ મોટું નુક્શાન થયું હોય તેવી કોઇ ખબર હજી નથી આવી. તેમ છતાં એક પછી એક આવેલા ભૂકંપના આંચકાએ અહીંના લોકોના મનમાં ભૂકંપના ડર ઊભો કર્યો છે.

English summary
Earthquake of Magnitude 6.4 Occurred in India-China Border Region In Arunachal Pradesh In Early Hours Of Saturday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.