રાજસ્થાનમાં ભૂકંપઃ બીકાનેર પાસે સતત બીજા દિવસે પણ ધરતીમાં કંપન, જાણો કેટલી હતી રિક્ટર સ્કેલ પર તીવ્રતા
રાજસ્થાનના રણપ્રદેશ બીકાનેરમાં આજે ફરીથી ભૂકંપ આવ્યો. જાણો વિગત.
બીકાનેરઃ રાજસ્થાનના રણપ્રદેશ બીકાનેરમાં આજે ફરીથી ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલીજીના જણાવ્યા મુજબ આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.8 હતી. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યુ કે ભૂકંપ આજે સવારે 7.42 વાગે આવ્યો જે બીકાનેર શહેરથી દૂર હતો. આનાથી એક દિવસ પહેલા આનાતી પણ વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

બીકાનેર પાસે સતત બીજા દિવસે ભૂકંપ
ભૂકંપ માપનાર રાષ્ટ્રીય કેન્દ્રની અપડેટમાં જણાવવામાં આવ્યુ છે કે બુધવારે સવારે રાજસ્થાનમાં બીકાનેર પાસે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્ર બીકાનેરથી 343 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ(WNW)માં હતુ. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ચોમાસાના વરસાદના દિવસોમાં રાજસ્તાનમાં ગઈ કાલે જે ભૂકંપ આવ્યા તે સપાટીથી 110 કિમીના ઉંડાણમાંથી ઉત્પન્ન થયા હતા.
સવારે 5.24 વાગે અનુભવાયા ઝટકા
ગઈ કાલે ભૂંકપના ઝટકા સવારે 5.24 કલાકે અનુભવાયા હતા. લોકોએ જણાવ્યુ કે ઝટકા ઘણા તીવ્ર હતી. બીકાનેરની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમથી 343 કિલોમીટર દૂર તેનુ કેન્દ્ર હતુ. ત્યારબાદ આજે સવારે 7.42 વાગે ભૂકંપ આવ્યો.
મેઘાલયમાં પણ ભૂકંપના ઝટકા
ગઈ કાલે મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સમાં પણ ભૂકંપ આવ્યો. સ્થાનિક લોકોએ રાતે લગભગ 2.10 વાગે ઝટકા અનુભવ્યા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધવામાં આવી. વળી, લદ્દાખના લેહમાં પણ ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા. ભૂકંપના ઝટકા સવારે 4.57 વાગે આવ્યા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
