For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂકંપના ઝટકાઓએ હલાવ્યું ઉત્તર ભારતને જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

સોમવારે આવેલા ભૂકંપના ઝટકાએ ઇમ્ફાલ અને અરુણાચલને મોટો પાયે હચમચાવીને મૂકી દીધું. ભૂકંપ જે વખતે આવ્યો ત્યારે મોટાભાગના લોકો સૂતા હતા અને આજ કારણે આ ભૂકંપથી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે આ ભૂકંપના લીધે 6 લોકોની મોત થઇ છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રિક્ટર સેક્લ પર આ ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી છે.

પણ જે તસવીરો સામે આવી રહી છે તે બતાવી રહી છે કે આ ભૂકંપે ભારે માત્રમાં તબાહી મચાવી છે. આ ભૂકંપના લીધે જ્યાં મણિપુરના 6 લોકોની મોત થઇ છે ત્યાં જ સમગ્ર અરુણાચલ વિસ્તારમાં લગભગ 100 જેવા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેવી જાણકારી મળી છે. હાલ તો ઇજાગ્રસ્ત લોકોને નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આ ભૂકંપે કેવી તબાહી મચાવી છે તે વિષે જુઓ નીચેની આ તસવીરોમાં...

ભૂકંપ હચમચાવ્યું ઉત્તર ભારતને

ભૂકંપના જોરદાર આંચકાથી અરુણાચલ પ્રદેશના અનેક વિસ્તારોના બિલ્ડીંગ કાગળના પત્તાના મહેલની જેમ પડી ગયા હતા.

ભૂંકપ

આ ભૂંકપ જ્યારે થયા ત્યારે અનેક લોકો હજી મીઠી નદરમાં હતા અને આજ કારણે સમયસર ઘરની બહારના આવી શક્યા. ત્યારે સિલીગુરીમાં ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.

દિવાલો પડી

6.7ની તીવ્રતાના આ ભૂકંપ ઇમ્ફાલ અને અરુણાચલ વિસ્તારની અનેક દિવાલામાં તૂટી પડી.

ભૂકંપ

ઇમ્ફાલમાં આ ભૂકંપના કારણે મોટા પાયે નુક્શાન થયું છે. અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ભૂકંપ

ભૂકંપ

6.7ની તીવ્રતાના આ ભૂકંપનું એપીસેન્ટર મણિપુરના તામેંગલોંગ જિલ્લાને માનવામાં આવી રહ્યું છે. જ્યાં મોટે પાયે નુક્શાન થયું છે.

English summary
1 dead, 35 injured after massive earthquake jolts northeastern India, see pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X