For Quick Alerts
For Daily Alerts
નવું EVM તૈયાર : હવે ઉમેદવારનો ચહેરો પણ દેખાશે
નવી દિલ્હી, 9 એપ્રિલ : ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, નવું ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) લગભગ તૈયાર થઈ ચુક્યું છે. ચૂંટણી પંચ આવતા મહિનાથી તમામ રાજકીય પક્ષોને બોલાવશે અને તેને દેખાડશે.
આ ઈવીએમની ખાસીયત એ છે કે, મતદાન સમયે બટન દબાવતી વખતે જ તમે જે ઉમેદવારને વોટ આપવા માંગો છો તેનો ચહેરો સામે આવી જશે, જેથી મતદાતા એ સમયે જોઈ શકશે કે તેઓ જે ઉમેદવારને વોટ આપી રહ્યા છે તે કોણ છે.
આ વોટ આપ્યા બાદ એક કાગળ પણ બહાર આવશે જેમાં છાપેલું હશે કે તેમણે કોને વોટ આપ્યો છે. પરંતુ આ કાગળને ત્યાં જ એક બોક્સમાં રાખી દેવામાં આવશે અને તે મતદાતાને નહીં આપવામાં આવે. જો કે ચૂંટણી પંચે હજુ સુધી એ નથી જણાવ્યું કે, ક્યાં સુધીમાં આ મશીનનો ઉપયોગ કરી શકાશે.