ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરુદ્ધ FIR કરવા ચૂંટણી પંચનો નિર્દેશ

ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરુદ્ધ FIR કરવા ચૂંટણી પંચનો નિર્દેશ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દિલ્હીની પૂર્વી દિલ્હી લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. પંચ તરફથી પૂરીવ દિલ્હીના રિટર્નિંગ ઑફિસરને કહેવામાં આવ્યું છે કે ગૌતમ ગંભીર વિરુદ્ધ મંજૂરી વિના ચૂંટણી રેલી આયોજન કરવાના મામલામાં એફઆઈઆર નોંધવામાં આવે. ગૌતમ ગંભીર પર મંજૂરી વિના જંગપુરામાં જનસભા કરી આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ છે. 25 એપ્રિલે દિલ્હીના જંગપુરામાં ગંભીરે આ રેલી કરી હતી.

બે જગ્યાએ વોટર હોવાના મામલામાં પણ ફરિયાદ

બે જગ્યાએ વોટર હોવાના મામલામાં પણ ફરિયાદ

ગૌતમ ગંભીર વિરુદ્ધ તેમની સામે આમ આદમી પાર્ટીથી ચૂંટણી લડી રહેલ આતિશાએ બે વોટર આઈડી કાર્ડ હોવાની પણ ફરિયાદ કરી છે. આતિશીએ ગંભીર વિરુદ્ધ તીસ હજારી કોર્ટમાં અપરાધિક ફરિયાદ નોંધાવી છે. કોર્ટ આ મામલામાં પહેલી મેએ સુનાવણી કરશે. અતિશીએ દાવો કર્યો છે કે ગૌતમ ગંભીર પાસે દિલ્હીના કારોલબાગ અને રાજેન્દ્રનગરમાં બે રજિસ્ટર મતદાતા ઓળખપત્ર છે.

આપની ગંભીરનું નામાંકન રદ્દ કરવાની માંગ

આપની ગંભીરનું નામાંકન રદ્દ કરવાની માંગ

ગૌતમ ગંભીર પર પોતાના નામાંકનમાં યોગ્ય જાણકારી ન આપવાનો આરોપ લગાવતા અને વધુ બે વોટર કાર્ડ રાખવા બદલ આમ આદમી પાર્ટીએ તેમની ઉમેદવારી રદ્દ કરવાની માંગણી ચૂંટણી પંચ સમક્ષ રાખી છે. જ્યારે ભાજપના દિલ્હી અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે ગંભીરના નામાંકન પત્રમાં બધી જાણકારી સાચી છે.

આતિશા અને અરવિંદ લવલી સાથે ગંભીરનો મુકાબલો

આતિશા અને અરવિંદ લવલી સાથે ગંભીરનો મુકાબલો

દિલ્હીની પૂર્વ દિલ્હી લોકસભા સીટ પર ભાજપના ગૌતમ ગંભીરનો કોંગ્રેસના અરવિંદ લવલી અને આમ આદમી પાર્ટીના આતિશી સાથે મુકાબલો છે. પૂર્વ ક્રિકેટર ગંભીર હાલમાં જ ભાજપમાં સામેલ થયા છે. ભાજપે હાલના સાંસદ મહેશ ગિરીની ટિકિટ કાપી ગૌતમ ગંભીરને આપી છે. દિલ્હીમાં મતદાન લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 12મી મેના રોજ થનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X