લોકસભા ચુંટણીમાં 8 કરોડ ખર્ચ કરવાના નિવેદન પર મુંડેને નોટીસ

ચુંટણી પંચે ગોપીનાથ મુંડેને કહ્યું હતું કે 20 દિવસોમાં બતાવે કે ચુંટણી આચાર નિયમ, 1961ના હેઠળ કેમ તેમના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવે અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ પોતાના ચુંટણી ખર્ચને સાચો બતાવવામાં 'અસફળ' રહવા બદલ તેમને કેમ અયોગ્ય ન ગણવામાં આવે. વર્ષ 2009ની લોકસભા ચુંટણી દરમિયાન ખર્ચની મર્યાદા 25 લાખ રૂપિયા હતો.
ગોપીનાથ મુંડે સાંસદ છે અને લોકસભામાં ભાજપાના ઉપનેતા પણ છે. ગોપીનાથ મુંડેએ 27 જૂનના રોજ મુંબઇમાં એક પુસ્તકના વિમોચન દરમિયાન કહ્યું હતું કે વર્ષ 2009ની લોકસભાની ચુંટણી દરમિયાન તેમને આઠ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરી પણ હાજર હતા.












Click it and Unblock the Notifications
