For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ભલે ગમે તે કહે કોઇ, પ્રગતિ તો કરી છે ગુજરાતે’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ્યારથી પીએમ પદના ઉમેદવાર બન્યા છે અને તેઓ દેશભરમાં પોતાની સભાઓ દરમિયાન ગુજરાતમાં જે વિકાસ થયો છે, તેની વાતો કરી રહ્યાં છે, તેના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિત અનેક વિરોધી પાર્ટીઓ અને નેતાઓ દ્વારા ગુજરાતના વિકાસ સામે પ્રશ્નો ખડા કરવામાં આવી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલ કહે છેકે ગુજરાતમાં વિકાસ થયો નથી, તો રાહુલ ગાંધી કહી રહ્યાં છે કે ગુજરાતનો વિકાસ એ ટોફી મોડલ છે.

આ ઉપરાંત, સમાજવાદી પાર્ટીના મુલાયમ સિહં યાદવ અને જેડીયુના નીતિશ કુમાર પણ ગુજરાતના વિકાસ મોડલની ટીકા કરતા આવ્યા છે અને ગુજરાતનું વિકાસ મોડલ 2014ની લોકસભા ચૂંટણીમાં એક મહત્વનો મુદ્દો બની રહ્યું છે, ત્યારે આ મોડલને લઇને બીબીસી સાથેની વાતચીતમાં અર્થશાસ્ત્રી ગુરુચરણ દાસે ખુલીને વાત કરી છે, તેમણે કહ્યું છેકે ગુજરાતમાં પ્રગતિ થઇ છે અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં ગુજરાતે સારો વિકાસ કર્યો છે.

મોદીએ ગુજરાતને જાપાન બનાવી દીધું, આ દાવામાં કેટલું તથ્ય?

મોદીએ ગુજરાતને જાપાન બનાવી દીધું, આ દાવામાં કેટલું તથ્ય?

ગુજરાતમાં વિકાસ ઘણો થયો છે. નોંધનીય છેકે કૃષિના ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો છે. દસ વર્ષ દરમિયાન આ પ્રગતિ 10 ટકા પ્રતિ વર્ષ રહી છે. જે અભૂતપૂર્વ છે. હરિત ક્રાંતિ દરિયાન પણ પંજાબ-હરિયાણામાં 10 ટકા વિકાસ દર 10 વર્ષ સુધી રહ્યો નહોતો. માત્ર ચીનમાં છ વર્ષ, 1978થી 1984 સુધી વિકાસદર 13 ટકા રહ્યો હતો. કૃષિના ક્ષેત્રમાં આ સફળતાને અશોક ગુલાડીએ વિશ્લેષિત કરી છે. આ સફળતા એટલા માટે મળી છે, કારણ કે ગુજરાતમાં પાણી અને વિજળી 24 કલાક છે.

ગુજરાતના વિકાસ માટે કોઇ એક વ્યક્તિને શ્રેય આપવો કેટલો યોગ્ય?

ગુજરાતના વિકાસ માટે કોઇ એક વ્યક્તિને શ્રેય આપવો કેટલો યોગ્ય?

એક વ્યક્તિના બધો શ્રેય આપવો જોઇએ નહીં, પરંતુ કૃષિ ક્ષેત્રમાં જે વિકાસ થયો છે તે 10 વર્ષમાં જ થયો છે. ભારતમાં એકપણ એવું રાજ્ય નથી. હું પણ પહેલા એ ત્યાં સુધી માનવા તૈયાર નહોતો, જ્યાં સુધી અશોક ગુલાટીએ મને આંકડા ન જણાવ્યા.

ગુજરાત અને અન્ય રાજ્યોમાં કોઇ તફાવત નથી

ગુજરાત અને અન્ય રાજ્યોમાં કોઇ તફાવત નથી

રઘુરામ રાજન, અશોક કોતવાલ, મૈત્રેય ઘટક જેવા અર્થશાસ્ત્રીઓ કહે છેકે ઉન્નતિ ભલે થઇ હોય પરંતુ વિકાસની અન્ય બાબતોમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં કોઇ તફાવત નથી, બની શકે કે તેઓ સાચા હોય, પરંતુ મે જોયું છેકે ઘણા બધા મજૂરો મધ્ય પ્રદેશ અને બિહારથી ગુજરાત જઇ રહ્યાં છે, કારણ કે ત્યાં નોકરી મળી રહી છે. જેવી રીતે બિહારથી લોકો પંજાબ આવતા હતા. જો વિકાસ ના થયો હોત તો પ્રવાસ પણ ન થાત. બીજી વાત એ છેકે ઉદ્યોગ ધંધા ત્યાં કેમ જઇ રહ્યાં છે. ઉદ્યોગ ધંધા ત્યાં જ જાય છે, જ્યાં સુવિધા મળે છે, સમસ્યા ઓછી હોય છે. ભ્રષ્ટાચાર, લાંચ, ઇન્સ્પેક્ટર રાજ જેવી સમસ્યાઓ ગુજરાતમાં ઓછી થઇ છે અને મોટા ઉદ્યોગપતિઓ જ નહીં પરંતુ નાના ઉદ્યોગો પણ આવું કહે છે. જો ભ્રષ્ટાચાર ઓછો કરી દો તો વ્યાપારી ખુશ જ થશે.

ગરીબી, શિક્ષા, પોષણ, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ગુજરાત પાછળ છે?

ગરીબી, શિક્ષા, પોષણ, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ગુજરાત પાછળ છે?

ગત 20 વર્ષમાં ગુજરાતમાં રસ્તા, વિજળીની સ્થિતિ સારી છે, એ બધા માને છે, પરંતુ ગરીબી, શિક્ષા, પોષણ, સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં ગુજરાત આગળ નથી. તમિળનાડુ, કેરણ, હિમાચલના આંકડા પણ તેનાથી નબળા નથી. મને આ એક પ્રકારનો વિરોધાભાસ લાગે છે, કારણ કે મારું માનવું છેકે વિકાસ થાય છે તો ધીરે ધીરે આખો દેશ આગળ વધે છે. વિકાસ નીચે સુધી પહોંચવો જોઇએ, મને એ નથી સમજાતું કે આ સામાજિક બાબતોનો સાથોસાથ વિકાસ કેમ ના થયો.

શું ગુજરાત મોડલને ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચમકાવવામાં આવી રહ્યું છે?

શું ગુજરાત મોડલને ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચમકાવવામાં આવી રહ્યું છે?

મને નથી લાગતુ. ગુજરાતમાં ઘણો વિકાસ થયો છે. હું એ પણ કહેવા માગુ છું કે માત્ર એક વ્યક્તિ આ નથી કરતી, આખી ટીમ છે. આખું પ્રશાસન છે. જેમણે પૂર્ણ એકાગ્રતા સાથે કામ કર્યું છે. તેથી તેનો શ્રેય માત્ર નરેન્દ્ર મોદીને ના મળવો જોઇએ, એ લોકોને પણ મળવો જોઇએ. હું એ પણ નથી કહેવા માગતો કે આ જનસંપર્કવાળાઓનો પ્રચાર છે.

ઉન્નતિ વિકાસના સ્કેલ પર જોવા મળતી નથી

ઉન્નતિ વિકાસના સ્કેલ પર જોવા મળતી નથી

ઉન્નતિ વિકાસના સ્કેલ પર જોવા મળતી નથી તો શું એ ઉન્નતિ જનસંપર્કના પ્રચાર તંત્રનો ભાગ નથી, આ અંગે તેમણે કહ્યું કે, હું એવું જરા પણ માનતો નથી. જો તમે શિક્ષા અને સ્વાસ્થ્યમાં રોકાણ કરવા ઇચ્છો છો તો પૈસા ક્યાંથી આવશે. એ ઉન્નતિથી આવશે. જો ઉન્નતિ ના થાય તો કંઇ થતું નથી. આપણે એ જોવું જોઇએ કે આટલી ઉન્નતિ થઇ છે તો તેની સાથોસાથ શિક્ષા અને સ્વાસ્થ્યમાં રોકાણ કેમ ના થયું. ગુજરાત મોડલ અથવા અન્ય કોઇ રાજ્ય કે જેમની ઉન્નતિ થઇ રહી છે, તે સારી વાત છે. ઉન્નતિની નિંદા ન કરવી જોઇએ. જે લોકો કહે છેકે આ સારી ઉન્નતિ છે આ ખરાબ ઉન્નતિ છે, એ પણ મુર્ખતાભર્યું છે. મહત્વપૂર્ણ વાત એ છેકે ઉન્નતિથી રોકાણ સંભવ છે, શિક્ષા, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં. હવે ગુજરાતે કદાચ સારી શાળાઓ, બાળકોના પોષણ અને મહિલાના સ્વાસ્થ્યની દિશામાં વધુ રોકાણ કરવું જોઇએ.

વિકાસના સ્કેલમાં યોગ્ય રીતે રોકાણ નથી કરવામાં આવતું

વિકાસના સ્કેલમાં યોગ્ય રીતે રોકાણ નથી કરવામાં આવતું

હું એ માનવા તૈયાર છું કે એવું થયું હશે. અહીં જે સંપન્નતા આવે છે, તેનો ફરીથી રોકાણ કરવો જોઇએ, તે માનવીય સ્થિતિઓને સુધારવા માટે નથી થયો. મને લાગે છે કે નરેન્દ્ર મોદી ધીરે ધીરે સમજદાર થઇ રહ્યાં છે. જેમ જેમ તે રાષ્ટ્રીય નેતા બની રહ્યાં છે, મને લાગે છે કે તેમને એ વાતનો આભાસ થઇ ગયો છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં આરટીઇ(શિક્ષાનો અધિકાર) નિયમ બનાવવામાં આવ્યો છે, જે પરિણામ આધારિત છે. બાકી બધા રાજ્યોમાં ઇનપુર પર આધારિત નિયમ છે. જે સારી વાત છે, પરંતુ વિકાસને ઉન્નતિની આગળ રાખવો એનો અર્થ એ થાય કે ગાડીને ઘોડાની આગળ રાખી દેવી.

English summary
economist gurcharan das interview with bbc on gujarat model
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X