For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pyramid Fraud: Amway India પર એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મોટી કાર્યવાહી, 757 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ પિરામિડ ફ્રૉડ(Pyramid Fraud) કેસમાં મોટી કાર્યવાહી કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ પિરામિડ ફ્રૉડ(Pyramid Fraud) કેસમાં મોટી કાર્યવાહી કરીને એમવે ઈંડિયા એન્ટરપ્રોઈઝ પ્રાઈવેટ લિમિટેડની 757.77 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલ સંપત્તિમાં એમવે ઈંડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડની તમિલનાડુવાળી ફેક્ટરી પણ શામેલ છે. ઈડીએ કારખાનાની મશીનરી અને ભૂમિને અટેચ કરી છે. આ ઉપરાંત એમવેની ચલ સંપત્તિ પર પણ ઈડીએ કાર્યવાહી કરી છે.

amway

ઈડીએ એમવે ઈંડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ પર કાર્યવાહી કરીને માહિતી આપતા કહ્યુ કે અટેચ કરવામાં આવેલી સંપત્તિઓમાં એમવે તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એમવેની ભૂમિ અને કારખાના ભવન શામેલ છે. ઈડીએ કારખાનાના પ્લાન્ટ અને મશીનરી વાહનો, બેંક ખાતા અને ફિક્સ્ડ ડિપોઝીટ ખાતાની રકમ અટેચ કરી છે. કુલ મળીને જપ્ત થયેલી એમવેની સંપત્તિની કિંમત 757.77 કરોડ છે. ઈડીએ કહ્યુ છે કે એમવેના 36 અલગ-અલગ ખાતાઓમાંથી 411.83 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 345.94 કરોડ રૂપિયાના બેંક બેલેન્સને અટેચ કરવામાં આવ્યુ છે.

વાસ્તવમાં, એમવે ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ પર એક કંપની પર મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કેમ ચલાવવાનો આરોપ છે. તપાસ એજન્સીની ઈન્વેસ્ટીગેશમાં એ તથ્ય સામે આવ્યુ કે એમવે ડાયરેક્ટ સેલિંગ - મલ્ટીલેવલ માર્કેટીંગ નેટવર્કની આડશમાં પિરામિડ ફ્રૉડ ચલાવી રહ્યુ છે. કંપની એમવે તરફથી માર્કેટમાં જે ઉત્પાદન લાવવામાં આવી રહ્યા છે તે અન્ય પ્રતિષ્ઠિત નિર્માતાઓના પ્રોડક્ટ્સની સરખામણીમાં ઘણા મોંઘા છે. તપાસમાં કંપનીની અર્નિંગ પણ શંકાના ઘેરામાં આવી ગઈ. 2002થી 2021 વચ્ચે કંપનીએ 27,562 કરોડ રૂપિયા જમા કરી લીધા હતા.

કંપનીએ નાણાકીય વર્ષ 2002-03થી 2021-22 વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર્સ અને મેમ્બર્સને કુલ મળીને 7588 કરોડ રૂપિયા કમિશન આપ્યુ હતુ. તપાસ એજન્સી તરફથી કહેવામાં આવ્યુ હતુ કે એમવે પોતાનુ નેટવર્ક એ રીતે સ્થાપિત કર્યુ હતુ કે સત્ય જાણ્યા વિના લોકો કંપનીના સભ્ય બની રહ્યા હતા અને તેની પ્રોડક્ટસ ખરીદી રહ્યા હતા.

English summary
ED attached assets worth rs 757.77 Crore of Amway India Enterprises in Pyramid Fraud
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X