ઝારખંડઃ IAS અધિકારી પૂજા સિંઘલ, વેપારી અમિત અગ્રવાલના ઘરે EDની રેડ
રાંચીઃ એનફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ રાંચીમાં ઝારખંડ ખાણ સચિવ પૂજા સિંઘલ અને વેપારી અમિત અગ્રવાલના ઘરે અને બીજા ઠેકાણાઓ પર રેડ પાડી છે. ઝારખંડની રાજધાની રાંચીમાં શુક્રવારે સવારથી જ ઈડીની ઘણી ટીમોએ અલગ-અલગ જગ્યાઓએ રેડ પાડી હતી. ઈડી તરફથી જણાવવામાં આવ્યુ કે ગેરકાયદે ખાણ મામલે આ કાર્યવાહી કરવામાં આવી.
રાંચિમાં પલ્સ હૉસ્પિટલ, પંચવટી રેસિડેન્સી, હરિઓમ ટાવરમાં ઈડીની ટીમે રેડ પાડી. ઝારખંડના ધનબાદમાં પણ ઈડીની રેડ પડી. ઈડીએ ગેરકાયદે ખાણ મામલે ઝારખંડ ઉપરાંત બિહાર, એનસીઆર અને બીજા રાજ્યોમાં 18 સ્થળોઓ રેડ પાડી છે. પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરીંગ એક્ટ(PMLA)ની જોગવાઈએ હેઠળ રેડ પાડવામાં આવી.
ઈડીએ 2020માં ઝારખંડના જુનિયર એન્જિનિયર રામ બિનોદ પ્રસાદ સિંહા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ PMLA હેઠળ કેસ નોંધ્યો હતો. સિંહા પર પોતાના અધિકૃત પદનો દુરુપયોગ કરીને 18 કરોડ રૂપિયાના સરકારી પૈસાની ઉચાપત કરવાનો આરોપ છે. આ મામલે આઈએએસ પૂજા સિંઘલના પરિવારની પણ તપાસ કરવામાં આવી રહી છે.