PNBને કરોડોનો ચૂનો લગાવનાર કૌભાંડી મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત
પ્રવર્તન નિદેશાલયે પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ભાગેડુ મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી લીદી છે. દુબઈ સ્થિત ત્રણ સંપત્તિઓ પર પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની નજર હતી, જેની કિંમત 24 કરોડની આસપાસ છે. 13 હજાર કરોડ રૂપિયાના આ બેંક કૌભાંડનો સહ આરોપી મેહુલ ચોક્સી હાલ એન્ટીગુઆમાં રહી રહ્યો છે. ભારત સરકાર ભાગેડુ મેહુલ ચોક્સી અને નીરવ મોદીના પ્રત્યર્પણની કોશિશ કરી રહ્યા છે. જણાવી દઈએ કે મેહુલ ચોક્સી વિરુદધ દેશમાં જ નહિ વિદેશમાં પણ કાર્યવાહી થઈ રહી છે. હાલમાં જ એન્ટીગુઆના પીએમ ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ કરવાનું એલાન કર્યું હતું. તેમણે ભારતના દબાણમાં આ પગલું ઉઠાવ્યું હતું.
પીએનબી કૌભાંડ અંતર્ગત નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર 13 હજાર કરોડના કૌભાંડનો આરોપ છે. આ મામલો 2018માં સામે આવ્યો હતો, ત્યારથી જ વિપક્ષે આ મુદ્દે મોદી સરકારને ઘેરી છે. જ્યારે મેહુલ ચોક્સીના પ્રત્યર્પણ મામલે સરકારી સૂત્રોનું માનીએ તો ભારત હજુ એ ઈંતેજારમાં છે કે પહેલા એન્ટિગુઆની બધી જ કાનૂની પ્રક્રિયા ખતમ થઈ જાય. જે બાદ જ પોતાના સ્તર પર પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંક કૌભાંડનો ખુલાસો 2018માં થયો હતો. આ કૌભાંડ 13000 કરોડ રૂપિયાનું છે. કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હીરા કારોબારી નીરવ મોદી હતો. કૌભાંડનો ખુલાસો થયા બાદ નીરવ મોદી આખા પરિવાર સાથે દેશ છોડી ભાગી ગયો. સાથે જ કૌભાંડનો સહ-આરોપી મેહુલ ચોક્સી પણ દેશમાંથી ભાગવામાં સફ રહ્યો. જે બાદ વિપક્ષે મોદી સરકાર પર ભારે નિશાન સાધ્યું અને સવાલ ઉઠાવ્યા કે નીરવ અને ચોક્સી કેવી રીતે ફરાર થઈ ગયા. પંજાબ નેશનલ બેંકના અધિકરીઓએ હીરા કારોબારી નીરવ મોદીને લેટર ઑફ અંડરટેકિંગ આપી દીધું. આ અંડરટેકિંગના આધારે નીરવના ખાનગી અને સાર્વજનિક ક્ષેત્રની કેટલીય બેંકોથી પૈસા નીકાળ્યા.
કર્ણાટક સંકટઃ સ્પીકરને રાજીનામું સોંપી મુંબઈ ચાલ્યા ગયા બાગી ધારાસભ્યો