આવક કરતા વધારે સંપત્તિ મામલે ઈડીનું ડીકે શિવકુમારને સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારને સમન્સ પાઠવીને શુક્રવારે દિલ્હી આવવાનું અને તપાસ એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. ડીકે શિવકુમાર વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ ચાલી રહ્યો છે. 2017 માં, આવકવેરા વિભાગે ડીકે શિવકુમારના 64 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડીકે શિવકુમાર શુક્રવારે દિલ્હી પહોંચી શકે છે.
તે જ સમયે, ડીકે શિવકુમારનું નિવેદન ઇડી સમન્સ પર આવ્યું છે. તેમણે કહ્યું, 'મેં કોર્ટમાં અપીલ કરી છે કે આ એક આવકવેરાનો કેસ છે, મેં આઈટીઆર ફાઇલ કર્યો છે, આવા કિસ્સામાં મની લોન્ડરિંગનો કોઈ કેસ નથી. ગઈરાત્રે તપાસ એજન્સીએ મને બોલાવીને બપોરે 1 વાગ્યા સુધીમાં દિલ્હી આવવાનું કહ્યું હતું. હું કાયદાનું સન્માન કરીશ. ઇડીએ શિવકુમાર વિરુદ્ધ પીએમએલએ હેઠળ અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ કર્યો હતો અને તેમને સમન્સ પાઠવ્યું હતું.
2017 માં, આવકવેરા વિભાગે કરચોરીની ફરિયાદ બાદ કોંગ્રેસના નેતાના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. તે સમયે ડીકે શિવકુમાર અને કોંગ્રેસના અન્ય નેતાઓએ ભાજપ પર રાજનૈતિક બદલાની કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં જ સીબીઆઈ અને ઈડીની ચિદમ્બરમ વિરુદ્ધની કાર્યવાહીને પણ કોંગ્રેસે રાજકીય બદલો લેવાનું કાર્ય ગણાવ્યું હતું.
DK Shivakumar, Congress on being summoned by Enforcement Directorate: I've requested Court that it's a simple Income Tax matter. I've already filed ITR. There's no Prevention of Money Laundering(PMLA) Act. Last night, they summoned me to come to Delhi by 1 pm. I'll respect law. pic.twitter.com/BN0eVspY7y
— ANI (@ANI) August 30, 2019
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં ડીકે શિવકુમાર વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું, જેની સામે કોંગ્રેસ નેતાએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુરુવારે (29 ઓગસ્ટ) કેસની સુનાવણી કર્યા પછી કોર્ટે ડીકે શિવકુમારને કોઈ રાહત આપી ન હતી અને ઇડી સમન્સને ફગાવી દેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ઇડીએ કોંગ્રેસ નેતાને સમન્સ મોકલ્યું હતું.
CBIએ TMCના ત્રણ સાંસદો પર કેસ ચલાવવા માટે ઓમ બિરલાની મંજૂરી માંગી