For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનો ઈન્ટરવ્યુ લેનાર મહિલા પત્રકાર પર ટિપ્પણી કરી ઘેરાયા રાહુલ, એડિટર્સ ગિલ્ડ ગુસ્સામાં

એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ રાહુલ ગાંધીની ટિપ્પણી પર ચિંતા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019ના પહેલા જ દિવસે પીએમ મોદીએ એએનઆઈ એડિટર અને વરિષ્ઠ પત્રકાર સ્મિતા પ્રકાશને ઈન્ટરવ્યુ આપ્યો હતો જેની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ આ ઈન્ટરવ્યુને 'સ્ટેજ્ડ' કહ્યો હતો જ્યારે તેમણે વરિષ્ઠ પત્રકાર પર પણ ટીપ્પણી કરીને તેમના માટે અનુકૂળ (pliable) શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ રાહુલ ગાંધીની ટિપ્પણી પર ચિંતા વ્યક્ત કરી છે.

rahul gandhi

એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ કહ્યુ છે કે સ્વસ્થ અને સભ્ય ટીકાઓથી કોઈ છૂટનો દાવો ન કરવો જોઈએ પરંતુ તેના પર કોઈ પ્રકારનો ઠપ્પો લગાવવો પત્રકારની ગરિમા ઘટાડવા અને તેને ધમકાવવા રૂપે સામે આવ્યુ છે. ગિલ્ડે કહ્યુ કે અમે અમુક સમયથી જોઈ રહ્યા છે કે આપણા નેતા ઘણા સમયથી આમ કરી રહ્યા છે.

ગિલ્ડે કહ્યુ કે હાલમાં જ ભાજપના નેતાઓ સાથે સાથે આપ નેતાઓએ પત્રકારોને બજારુ, પ્રોસ્ટીટ્યુટ, સમાચારોના વેપારી અને દલાલ જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પત્રકાર સાથે માત્ર એટલા માટે આવો વ્યવહાર કરવો કારણકે તેણે એક વિપક્ષી નેતાનો ઈન્ટરવ્યુ કર્યો, તે ખોટુ છે અને મેસેન્જરને દબાવવા સમાન છે. રાહુલ ગાંધીએ વરિષ્ઠ પત્રકાર સ્મિતા પ્રકાશ વિશે કહ્યુ હતુ કે સવાલ પૂછનાર પત્રકાર પોતે જ તેનો જવાબ આપી રહી હતી. વળી, સ્મિતા પ્રકાશે રાહુલ ગાંધીને ટ્વિટર પર જવાબ આપતા કહ્યુ હતુ કે દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ પાસેથી આવી અપેક્ષા નહોતી.

આ પણ વાંચોઃ પીએમ મોદીના ઈન્ટરવ્યુને ભાજપના શત્રુએ ગણાવ્યો ફિક્સઃ 'સર હવે પ્રેસ કોન્ફરન્સ કરો'આ પણ વાંચોઃ પીએમ મોદીના ઈન્ટરવ્યુને ભાજપના શત્રુએ ગણાવ્યો ફિક્સઃ 'સર હવે પ્રેસ કોન્ફરન્સ કરો'

English summary
editor guild remark over rahul gandhi pliable journalist comment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X