શિક્ષણમંત્રીએ છાત્રો/શિક્ષકોના સવાલોના આપ્યા જવાબ, બોર્ડ પરીક્ષા, સિલેબસ, JEE-NEET પર આપી માહિતી
નવી દિલ્લીઃ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે લાઈવ સેશન દ્વારા છાત્રો, શિક્ષકો અને માતાપિતા સાથે વાતચીત કરી છે. તેમણે બોર્ડ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે વાતચીત કરી. તેમણે બધાને સંબોધિત કરીને કહ્યુ કે આ પડકારરૂપ સમયમાં પરિવર્તનને અપનાવીને જે રીતે સફળતાપૂર્વક રીતે તમે જીવનને આગળ વધાર્યુ છે તે પોતાનામાં ખૂબ મહત્વપૂર્ણ વિષય છે. શિક્ષણ વિભાગ સતત સંવાદ સાથે જોડાયેલો છે. વિષમ પરિસ્થિતિઓાં અમે શિક્ષણના અભિયાનને અટકવા નથી દીધુ. છાત્રો માટે તેમણે કહ્યુ કે અમે તમારા શિક્ષણ સાથે સુરક્ષા પર પણ ધ્યાન આપ્યુ છે.
લૉકડાઉનની પ્રક્રિયામાં જે અડચણો છે, તે જલ્દી દૂર થશે. શિક્ષણ મંત્રીએ કહ્યુ કે તેને એ વાતની ખુશી છે કે સીબીએસઈએ 10માં ધોરણની જે પરીક્ષા આયોજિત કરી તેમાં 91 ટકા છાત્રોએ સફળતા મેળવી છે. પરીક્ષામાં કુલ 17 લાખ 50 હજાર છાત્રો બેઠા હતા જેમાંથી 16 લાખથી વધુ છાત્રો પાસ થયા છે. 13 છાત્રોએ 10માંની પરીક્ષામાં 500માંથી 499 ગુણ મેળવીને ટૉપ કર્યુ છે. સીબીએસઈએ 2021ની બોર્ડ પરીક્ષાઓનો સિલેબસ ઘટાડ્યો છે. નીટ-જેઈઈ પરીક્ષાઓ સાથે જોડાયેલ વિષય પણ છે. તેના વિશે સૌના મનમાં સવાલ હશે કે આ પરીક્ષા ક્યારે થશે, કેવી રીતે થશે. પરંતુ આ વર્ષે જેઈઈ અને નીટ પરીક્ષાને સફળ રીતે સંપન્ન કરવામાં આવી અને છાત્રોનુ એક વર્ષ બચાવવામાં આવ્યુ છે.
શિક્ષણ મંત્રીએ કહી આ જરૂરી વાતો -
- સીબીએસઈએ કાઉન્સેલિંગ સુવિધા છાત્રોને ઉપલબ્ધ કરાવી છે.
- મારો સ્કૂલોના પ્રિન્સિપાલને અનુરોધ છે કે સિલેબસના જે ચેપ્ટર હટાવવામાં આવ્યા છે તેની માહિતી શિક્ષકો અને છાત્રોને આપે.
- પરીક્ષાની તારીખ વિશે પહેલેથી ઘોષણા કરવામાં આવે જેથી છાત્રોને તૈયારીનો પૂરો મોકો મળે.
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આખી દુનિયા, આખા દેશે ખૂબ ઉત્સાહ સાથે સ્વીકારી છે. આ દુનિયાનો સૌથી મોટો નવાચાર છે. બોર્ડ પરીક્ષાની તૈયારી માટે જ્યારે સ્કૂલો ખુલશે તો તેમાં સ્કૂલ મેનેજમેન્ટે સુરક્ષાના નિયમોનુ પાલન કરવુ પડશે, નીટ પરીક્ષા સૌથી મોટુ ઉદાહરણ છે.
- જ્યારે એક છાત્રએ કહ્યુ કે અમને લેબમાં જવાનો મોકો નથી મળ્યો તો શું 12માંની પ્રેક્ટીકલ પરીક્ષા રદ કે સ્થગિત થશે, તો આના પર પોખરિયાલે કહ્યુ, પ્રેક્ટીકલ પરીક્ષા સીબીએસઈમાં પ્રેક્ટીકલ સ્તરે થાય છે. જો આવનારા સમયમાં આવી પરીક્ષા નહિ થવાની સ્થિતિ ઉત્પન્ન થાય તો અમે તમારા સૂચન પર વિચાર કરીશુ.
- સીબીએસઈએ માર્કશીટથી ફેલ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે, તેનાથી સારુ લાગ્યુ.
- નીટ પરીક્ષા કોરોના કાળની સૌથી મોટી પરીક્ષા સાબિત થઈ છે.
- ચૂંટણી પંચે પરીક્ષાઓનુ ઉદાહરણ લઈને સાવચેતીપૂર્વક ચૂંટણી સંપન્ન કરાવી છે.
- અમે સ્કૂલ ખોલવાનો નિર્ણય રાજ્યો પર છોડ્યો છે.
- નીટ પરીક્ષા ઑફલાઈન થતી રહી છે અને જેઈઈ મેઈન ઑનલાઈન થાય છે. નીટને જો ઑનલાઈન કરાવવા માટે વધુ સૂચનો આવશે તો તેના પર વિચાર કરીશુ.
- સીબીએસઈએ બોર્ડ પરીક્ષાઓ માટે 30 ટકા સિલેબસ ઘટાડી દીધો છે.
Interacting with teachers, parents and students on upcoming competitive/board exams. #EducationMinisterGoesLive @EduMinOfIndia @SanjayDhotreMP @PIB_India @MIB_India @DDNewslive https://t.co/qOsUBJ2J30
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 10, 2020
યુટ્યુબમાંથી વીડિયો જોઈ બનાવવા લાગ્યા તમંચો, પોલિસે પકડ્યા