Education Policy 2020: સ્કૂલોમાં 10+2 સિસ્ટમ ખતમ, જાણો શું છે 5+3+3+4 ની નવી વ્યવસ્થા
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. એક પ્રેસ કૉનફરન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે 34 વર્ષ બાદ કોઈ સરકારે શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે. નવી શિક્ષણ નીતિમાં પહેલેથી ચાલી આવતા સ્કૂલી પાઠ્યક્રમ 10+2ના ફોર્મેટને ખતમ કરી દેવામાં આવ્યુ છે. હવે દેશમાં 5+3+3+4ના હિસાબે સ્કૂલી પાઠ્યક્રમ નક્કી કરવામાં આવશે. આનો અર્થ એ છે કે પહેલા ત્રણ વર્ષ બાળકો આંગણવાડીમાં પ્રી-સ્કૂલિંગ શિક્ષણ લેશે. ત્યારબાદ આગલા બે વર્ષ, ધોરણ 1 અને ધોરણ 2માં બાળકોને સ્કૂલમાં ભણાવવામાં આવશે. ત્યારબાદ આગલા ત્રણ વર્ષને ધોરણ 3થી 5ની તૈયારીના તબક્કામાં વિભાજિત કરવામાં આવશે. આ પાંચ વર્ષના અભ્યાસ માટે એક અલગ પાઠ્યક્રમ તૈયાર કરવામાં આવશે. આ રીતે સમજો -

પ્રીપ્રેટરી સ્ટેજ
આ તબક્કાાં ધોરણ 3થી પાંચમાં સુધીનો અભ્યાસને કવર કરવામાં આવશે. આ દરમિયાન બાળકોને વિજ્ઞાન, ગણિત, કળા વગેરેનો અભ્યાસ કરાવવામાં આવશે. આ પાઠ્યક્રમને 8થી 11 વર્ષની ઉંમરના બાળકોને ભણાવવામાં આવશે.

મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજ
આમાં 11-14 વર્ષની ઉંમરના બાળકોને કવર કરવામાં આવશે. જે 6-8ના ધોરણનો અભ્યાસ કરશે. આ વર્ગોમાં વિષય આધારિત પાઠ્યક્રમ ભણાવવામાં આવશે.
સેકન્ડરી સ્ટેજ -
આ તબક્કામાં ધોરણ 9થી 12નો અભ્યાસ બે તબક્કામાં હશે જેમાં વિષયો પસંદ કરવાની આઝાદી પણ હશે. સાથે જ પાઠ્યક્રમનો ઉંડો અભ્યાસ પણ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે પહેલા ધોરણ 1થી 10 સુધી સામાન્ય અભ્યાસ થતો હતો. ત્યારબાદ 10+2 એટલે કે સીનિયર સેકન્ડરી ધોરણમાં આવ્યા બાદ વિષયોને પસંદ કરવાની આઝાદી હતી.

HRD મંત્રાલયે શિક્ષણ મંત્રાલય તરીકે ફરીથી રજિસ્ટર્ડ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે નવી શિક્ષણ નીતિ 2020ની ડ્રાફ્ટ નીતિમાં એ પણ સૂચન આપવામાં આવ્યુ છે કે માનવ સંશાધન વિકાસ મંત્રાલયને શિક્ષણ મંત્રાલય તરીકે ફરીથી રજિસ્ટર્ડ કરવા જોઈએ. માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકનુ કહેવુ છે કે નવી શિક્ષણ નીતિ બાદ યુવાનો માટે ઉચ્ચતર શિક્ષણ મેળવવુ પહેલાની સરખામણીમાં સરળ બની જશે. તેમના જણાવ્યા મુજબ નવી શિક્ષણ નીતિમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલ ઘણા મુદ્દાઓને ઉકેલી દેવામાં આવ્યા છે.
લૉકડાઉનમાં ચાર ગણી વધી એડલ્ટ ટૉય્ઝ અને આવી આઈટમની માંગ, સર્વેમાં ખુલ્યા ઘણા રાઝ