• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષિત પર ઇંડા ફેકાયા

By Super
|

નવીદિલ્હી, 14 ઑક્ટોબરઃ દિલ્હી સરકાર હાલ આકરા વિરોધનો સામનો કરી રહી છે. જેનું ઉદાહરણ એ વખતે જોવા મળ્યું જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષિતના કાર્યક્રમમાં ગત કાલે ઇંડા ફેંકવામાં આવ્યા. એક ઇંડુ શિલા દિક્ષિતના ડાબા હાથ પર જ્યારે બીજુ ઇંડુ મંચ પર ઉભેલા એક વ્યક્તિના માથા પર લાગીને ફૂટી ગયું. પ્રાપ્ત જાણકારી અનુસાર કોંગ્રેસ નેતા તાજ મોહમ્મદે ગઇ રાત્રે મુસ્તફાબાદમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી શિલા દિક્ષિતને બોલાવ્યા હતા.

શિલા દિક્ષિત જેવા મંચ પર બોલવા આવ્યા કે વિરોધીઓ ઇંડા ફેંકવાની શરૂઆત કરી દીધી. એક ઇંડુ શિલા દિક્ષિતના હાથ પર લાગ્યું જ્યારે એક ઇંડુ બીજા વ્યક્તિને માથા પર લાગ્યું હતું. શિલાએ તો બાજુમાં ઉભેલા લોકોને શુભ-અશુભનું પણ પૂછી લીધું હતું. શિલા જ્યારે એવું પૂછી રહ્યાં હતાં ત્યારે નજીક ઉભેલા તાજ મોહમ્મદ પોતાનો ચહેરો સાફ કરી રહ્યાં હતા કારણ કે એક ઇંડુ તેમના માથા પર લાગ્યું હતું અને તેમના ચહેરા પર ફૂટી ગયું હતું.

જો કે, કાર્યક્રમ ખતમ થયા પછી તેમણે દલીલ કરી હતી કે આ ઇંડા વિરોધી રાજકારણનો ફંડા નહોતો, પરંતુ મંચ પર બેસેલા કબુતરોની ભેટ છે, પરંતુ બાદમાં તાજ મોહમ્મદ પોતાના નિવેદનથી ફરી ગયા અને ઇંડા ફેકવાના રાજકારણનું માટલું પોતાની પાર્ટીના ધારાસભ્ય હસન અહમદના માથા પર ફોડી દીધું. તાજ મોહમ્મદના મત અનુસાર ધારાસભ્ય હસન અહમદ આ કાર્યક્રમને નિષ્ફળ કરવા માગતા હતા.

English summary
Delhi CM Sheila Dikshit today faced angry protest for the second consecutive day today when a group of people showed black flags to her at a public function in East Delhi resenting the rise in power tariffs. The protesters also threw eggs towards the dais where Dikshit was sitting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X