For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાંદ જોઈને જ કેમ મનાવવામાં આવે છે ઈદ

ઈદનો પર્વ મનાવતા પહેલા લોકો ઈદના ચાંદની આતુરતાપૂર્વક રાહ જુએ છે કારણકે જો ચાંદ દેખાય તો જ ઈદ મનાવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

આજે સમગ્ર દેશમાં આનંદ ઉલ્લાસ સાથે ઈદનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. લોકો નવા કપડાં પહેરીને એકબીજાને મળવા અને ઈદની શુભેચ્છા પાઠવવા એકબીજાના ઘરે જઈ રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દરેક મુસ્લિમ પરિવારોમાં ઈદની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. બજારોમાં ઈદનો સામાન ખરીદવા અને વેચવા માટે બજારોમાં ભીડ જામ થતી હતી. ઈદનો પર્વ મનાવતા પહેલા લોકો ઈદના ચાંદની આતુરતાપૂર્વક રાહ જુએ છે કારણકે જો ચાંદ દેખાય તો જ ઈદ મનાવવામાં આવે છે.

શવ્વાલ ઉલ-મુકરર્મ

શવ્વાલ ઉલ-મુકરર્મ

વાસ્તવમાં ઈદ-ઉલ-ફિત્ર હિજરી કેલેન્ડર (હિજરી સંવત) ના દસમાં મહિના શવ્વાલ (શવ્વાલ ઉલ-મુકરર્મ) ની પહેલી તારીખે મનાવવામાં આવે છે. હિજરી કેલેન્ડર ઈસ્લામમાં ઘણુ પવિત્ર માનવામાં આવે છે કારણકે આની સાથે ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. આ એ દિવસે શરૂ થાય છે જ્યારે હજરત મોહમ્મદ સાહેબે મક્કા શહેરથી મદીના તરફ પ્રવાસ કર્યો હતો.

હિજરી સંવત ચાંદ પર આધારિત છે...

હિજરી સંવત ચાંદ પર આધારિત છે...

હિજરી સંવત ચાંદ પર આધારિત કેલેન્ડર છે. આ સંવતના બાકીના અન્ય મહિનાની જેમ શવ્વાલ મહિનો પણ ‘નવો ચાંદ' જોઈને શરૂ થાય છે. જો આ મહિનાનો પહેલો ચાંદ ન દેખાય તો માનવામાં આવે છે કે રમજાન મહિનો હજુ પૂરો થયો નથી. એટલા માટે ઈદ તેના 24 કલાક પછી એટલે કે આગલા દિવસે મનાવવામાં આવે છે.

જકાત ઉલ-ફિત્ર

જકાત ઉલ-ફિત્ર

મૂળ રીતે મુસલમાનોનો તહેવાર ઈદ ભાઈચારોને પ્રોત્સાહન આપવાનો તહેવાર છે. આ તહેવાર બધા ભેગા મળીને મનાવે છે અને ખુદાને સુખ-શાંતિ અને બરકત માટે દુઆ માંગે છે. ઈદના દિવસે મસ્જિદોમાં સવારની નમાજ પહેલા દરેક મુસલમાનની ફરજ છે કે તે દાન કે ભિક્ષા આપે. આ દાનને જકાત ઉલ-ફિત્ર કહે છે.

ઈદનો દિવસ મોટા ઉત્સવ સમાન

ઈદનો દિવસ મોટા ઉત્સવ સમાન

ઉપવાસની સમાપ્તિની ખુશી ઉપરાંત ઈદમાં મુસલમાન અલ્લાહનો આભાર એટલા માટે પણ કરે છે કે તેમણે મહિના સુધી ઉપવાસ રાખવા માટે શક્તિ આપી. ઈદનો દિવસ મોટા ઉત્સવ જેવો હોય છે. સ્વાદિષ્ટ ભોજન સાથે નવા કપડાં પણ લોકો પહેરે છે અને પરિવાર અને દોસ્તોને ભેટસોગાદો આપે છે. આ તહેવારનો મુખ્ય ખાદ્ય પદાર્થ છે સેવઈ. આના કારણે તેને મીઠી ઈદ કહેવામાં આવે છે.

English summary
eid 2018 dates muslims celebrate eid according the moon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X