For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકપાલ માટે કેન્દ્ર સરકારે બનાવી આઠ સભ્યોની સર્ચ કમિટી

કેન્દ્ર સરકારે આઠ સભ્યોની લોકપાલ સર્ચ કમિટીની રચના કરી છે. કમિટીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ રંજના પ્રકાશ દેસાઈ હશે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે આઠ સભ્યોની લોકપાલ સર્ચ કમિટીની રચના કરી છે. કમિટીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ રંજના પ્રકાશ દેસાઈ હશે. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલના અધ્યક્ષ અને તેના સભ્યોના નામોની ભલામલ કરવા માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ અંગે થયેલી બેઠક બાદ આ કમિટીની રચના કરવામાં આવી છે.

pm modi

કમિટીની અધ્યક્ષતા જસ્ટીસ રંજના પ્રકાશ દેસાઈ કરશે. કમિટીના બીજા યજમાનમાં એસબીઆઈના પૂર્વ અધ્યક્ષ અરુંધતિ ભટ્ટાચાર્ય, પ્રસાર ભારતીના અધ્યક્ષ એ. સૂર્ય પ્રકાશ, ઈસરોના પ્રમુખ એ એસ કિરણકુમાર, અલાહાબાદ હાઈકોર્ટના પૂર્વ જજ સખારામ સિંહ યાદવ, ગુજરાત પોલિસના પૂર્વ પ્રમુખ શબ્બીર હુસેન એસ ખંડવાવાલા, રિટાયર્ડ આઈએએસ અધિકારી લલિત કે પવાર અને રંજીત કુમાર શામેલ છે.

આ પણ વાંચોઃ શિવાજી સાથે પીએમ મોદીની તુલનાથી ભડકી શિવસેના, 'છત્રપતિએ રમખાણોની રાજનીતિ નથી કરી'આ પણ વાંચોઃ શિવાજી સાથે પીએમ મોદીની તુલનાથી ભડકી શિવસેના, 'છત્રપતિએ રમખાણોની રાજનીતિ નથી કરી'

આઠ સભ્યોની સર્ચ કમિટીને લોકપાલ અને તેના સભ્યોની નિયુક્તિ માટે નામોની એક યાદીની ભલામણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 લાગુ કરાયાના ચાર વર્ષ બાદ સર્ચ કમિટીની રચના કરવામાં આવી છે. 2013 માં લાગુ લોકપાલ કાયદા હેઠળ પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી લોકપાલ પસંદગી સમિતિને લોકપાલ સર્ચ કમિટીની રચનાનો અધિકાર છે. આ પસંદગી સમિતિમાં પ્રધાનમંત્રી ઉપરાંત લોકસભા અધ્યક્ષ, લોકસભામાં નેતા વિપક્ષ, ભારતના મુખ્ય ન્યાયાધીશ કે તેમના દ્વારા સૂચવાયેલ કોઈ અન્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ દ્વ્રારા સૂચવાયેલ ન્યાયવિદ તેના સભ્ય હોય છે.

આ પણ વાંચોઃ એડલ્ટરી કાયદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતોઆ પણ વાંચોઃ એડલ્ટરી કાયદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો

English summary
eight member Lokpal Search Committee Chairperson Justice Ranjana Prakash Desai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X