For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્ચના પહેલા અઠવાડિયામાં થઈ શકે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત

માર્ચના પહેલા અઠવાડિયામાં થઈ શકે લોકસભાની ચૂંટણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ માર્ચના પહેલા અઠવાડિયામાં લોકસભા ચૂંટણી 2019ના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ આગામી લોકસભા ચૂંટણી 6-7 તબક્કામાં થશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ તૈયારીઓમાં લાગી ગયું છે. આયોગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓની દિલ્હીમાં બે દિવસ સુધી બેઠક પણ કરી.

તૈયારીઓમાં લાગી ગયું ચૂંટણી પંચ

તૈયારીઓમાં લાગી ગયું ચૂંટણી પંચ

બેઠકમાં વીવીપેટ અને ઈવીએમને ચૂંટણી દરમિયાન ચુસ્ત રાખવા પર જોર આપવામાં આવ્યું છે, જણાવી દઈએ કે ચૂંટણી પંચની સામે મોટી સમસ્યા મશીનોને લઈને છે કેમ કે, રાજનૈતિક પાર્ટીઓ હંમેશા તેમની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતી રહી છે. માટે ચૂંટણી પંચની પૂરી કોશિશ છે કે આ વખતે તેમણે કોઈપણ આરોપ-પ્રત્યારોપનો સામનો ન કરવો પડે. માટે ચૂંટણી પંચ અત્યારથી ઈવીએમ અને અન્ય તૈયારીઓમાં પૂરી રીતે લાગી ગયું છે જેથી સમય રહેતાં ફરિયાદો દૂર કરી શકાય.

હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂને થઈ રહ્યો છે સમાપ્ત

હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂને થઈ રહ્યો છે સમાપ્ત

જણાવી દઈએ કે હાલની તાજેતરની લોકસભાનો કાર્યકાળ 3 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. જો કે હજુ સુધી એ સંકેત નથી મળ્યા કે ચૂંટણી કેટલા તબક્કામાં થશે. પરંતુ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ચૂંટણીના તબક્કા સુરક્ષા બળોની ઉપલબ્ધતા અને જરૂરિયાતો પર નિર્ભર કરશે. કેમ કે ચૂંટણીમાં મોટી સંખ્યામાં સુરક્ષા બળની જરૂર પડે છે માટે ચૂંટણી પંચ આ બધું ધ્યાનમાં રાખીને જ કાર્યક્રમ ઘોષિત કરશે. કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવી રહી છે. કેમ કે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી થનાર છે.

2014માં 9 તબક્કામાં થઈ હતી ચૂંટણી

2014માં 9 તબક્કામાં થઈ હતી ચૂંટણી

જણાવી દઈએ કે વર્ષ 2014માં ચૂંટણી પંચે 5 માર્ચે લોકસભા ચૂંટણીની ઘોષણા કરી હતી. પાછલી વખતેની લોકસભા ચૂંટણી 9 તબક્કામાં એપ્રિલ અને મે મહિનામાં થઈ હતી. પહેલા તબક્કાનું વોટિંગ 7 એપ્રિલ અને અંતિમ તબક્કાનું વોટિંગ 12 મેના રોજ થયું હતું. પરંતુ આ વખતેની ચૂંટણી કેટલા તબક્કાની હશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

ગુજરાતમાં અદાણી કરશે 55000 કરોડનું રોકાણ, જાણો અંબાણીએ શું કહ્યુંગુજરાતમાં અદાણી કરશે 55000 કરોડનું રોકાણ, જાણો અંબાણીએ શું કહ્યું

English summary
Election Commission of India May to announce Lok Sabha election 2019 schedule in first week of March
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X