• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મની રિલીઝ અટકાવી

|

બુધવારે, ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદીની જીવનચરિત્ર પર બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 11 મી એપ્રિલે આ ફિલ્મ રીલીઝ થવાની ધારણા હતી. હવે ચૂંટણી પંચ ઘ્વારા રોક લગાવી દીધા પછી તેની રિલીઝ ઠેલાઇ ચુકી છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે મંગળવારે ;પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી' પરના પ્રતિબંધની માગણીની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે અરજદારની ચિંતાને ઉકેલવા માટે યોગ્ય સંસ્થા ચૂંટણી પંચ છે, કેમ કે તે એક બંધારણીય સંસ્થા છે. આ ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય પીએમ મોદીનું પાત્ર ભજવી રહ્યા છે.

ચૂંટણી પંચે ફિલ્મ પર પ્રતિબંધ લગાવતા કહ્યું કે કેટલીક પાર્ટીઓ ઘ્વારા મોડલ કોડ ઓફ કંડક્ટ હેઠળ એવી ફિલ્મો અંગે ફરિયાદ કરી હતી, જેમાં રાજનેતા અથવા રાજનૈતિક પાર્ટીઓનો પ્રચાર થઇ રહ્યો હતો, જેમાં એનટીઆર લક્ષ્મી, પીએમ નરેન્દ્ર મોદી અને ઉધમ સિંહ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સેક્શન 126 (1) રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ પીપલ એકટ હેઠળ પીએમ મોદી બાયોપિક પર રોક લગાવી દેવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું ચૂંટણી કન્ટેન્ટ, પછી તે સિનેમા ઘ્વારા હોય કે પછી ટીવી ઘ્વારા તેને પ્રસારિત નહિ કરી શકાય.

ભાજપા ટિકિટ પર ચૂંટણી લડવા અંગે વિવેક ઓબેરૉયનું મોટું નિવેદન

આ પહેલા કોર્ટમાં આ ફિલ્મના બેનની સુનાવણી દરમિયાન અરજીકર્તાને વકીલ અને અભિષેક મનુ સંઘવી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ફિલ્મ એક ગીત ભાજપના ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. ટ્રેલરમાં કેટલાક શોટ છે જે મતદારોને અસર કરે છે. ચોકીદાર અભિયાન પણ તેમાં બતાવવામાં આવ્યું હતું. આના પર, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બે-મિનિટના ટ્રેલરને નકારી શકાય નહીં કે તે મતદારોને પ્રભાવિત કરી શકે છે. તે જ સમયે, ઇસીએ સીબીએફસીને મંગળવારે એક પત્ર લખવા માટે કહ્યું હતું કે તે ફિલ્મના પ્રમાણપત્રની સ્થિતિ વિશે જાણ કરશે.

પીએમ મોદીની બાયોપિકને કોંગ્રેસે ગણાવી ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ

English summary
Election Commission puts on hold the release of PM Modi’s biopic till the completion of polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X