આધારથી વોટર કાર્ડને લિંક કરવાની માંગ, ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને લખ્યો પત્ર
આધાર કાર્ડને મતદાર ઓળખ પત્ર (વોટર આઈડી) સાથે જોડવા મામલે ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને પત્ર લખ્યો છે. ચૂંટણી કમિશને પત્ર લખે જનપ્રતિનિધિત્વ કાયદો અને આધાર સાથે જોડાયેલા કાયદામાં સુધારો કરવાની માંગ પણ કરી છે. ચૂંટણી પંચનુ માનવુ છે કે આધાર કાર્ડથી મતદાન ઓળખ પત્રને જોડવાથી ડુપ્લીકેટ વોટર કાર્ડના કેસોમાં પણ ઘટાડો થશે. ચૂંટણી કમિશનનુ માનવુ છે કે આધાર કાર્ડથી વોટર આઈડી લિંક થવા પર ચૂંટણીમાં નકલી મતદાનમાં ઘટાડો આવશે. ચૂંટણી પંચ આના પક્ષમાં છે કે મતદાર ઓળખ પત્રને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે.
આ કેસમાં ચૂંટણી પંચ પહેલા પણ સરકારને આગ્રહ કરી ચૂકી છે પરંતુ ત્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ હતો. આ કારણે સરકારે તેને ટાળી દીધો હતો. હવે એક વાર ફરીથી મોદી સરકાર પાસે માંગ ઉઠી રહી છે તો પંચનો પણ આશા છે કે કદાચ આ સંભવ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો દ્વારા ચૂંટણી પ્રક્રિયાની શુચિતા પર સતત સવાલ ઉઠાવાયા બાદ ભાજપ નેતા અને અશ્વિની ઉપાધ્યાયે દિલ્લી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આમાં તેમણે નકલી મતદાન રોકવા અને ચૂંટણી પ્રક્રિયામાં મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડ પર આધારિત મતદાન પ્રણાલી લાગુ કરવાની માંગ કરી હતી. ઉપાધ્યાયે હાઈકોર્ટને આ અંગે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરીને દલીલ કરી હતી કે આધાર કાર્ડને મતદાન ઓળખ પત્ર સાથે જોડવાથી મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નહિ થાય.
આ પણ વાંચોઃ 16 વર્ષની સગીરા સાથે હેવાનિયત, રેપ કર્યા બાદ હાથ-પગ તોડી બેરહમીથી કરી હત્યા