
Election : પંજાબમાં હાર માટે કોંગ્રેસે અમરિંદર સિંહને જવાબદાર ગણાવ્યા, હવે પાર્ટી કરશે સમીક્ષા
Election : ચૂંટણી પરિણામોની જાહેરાત સાથે જ કોંગ્રેસના હાથ વધુ નિરાશ થઈ ગયા છે. પંજાબમાં AAP સરકારની રચના જોઈને પંજાબની કોંગ્રેસે જણાવ્યું છે કે, અમે અમરિન્દર સિંહ સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળને લઈને સત્તા વિરોધી લહેરને દૂર કરવામાં નિષ્ફળ ગયા, લોકોએ પરિવર્તન માટે મત આપ્યો છે.

આક્ષેપો યથાવત
પંજાબમાં કારમી હાર બાદ પણ કોંગ્રેસ આરોપ-પ્રત્યારોપની રાજનીતિમાં વ્યસ્ત છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ 93 સીટ જીત્યા બાદ રણદીપ સુરજેવાલાનું નિવેદનસામે આવ્યું છે અને કોંગ્રેસ 17 સીટ પર આવી ગઈ છે. તેમણે આ હાર માટે કોંગ્રેસની નેતાગીરી કે અન્ય કોઈ નેતાને જવાબદાર ઠેરવ્યા નથી.

અમરિંદર સિંહે કર્યો હતો આક્ષેપ
કોંગ્રેસે હાર માટે કેપ્ટન અમરિન્દર સિંહને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, કેપ્ટન અમરિંદર સિંહ સાડા ચાર વર્ષ પંજાબના મુખ્યમંત્રી હતા અને જનતા તેમનાથીનારાજ હતી. સુરજેવાલાએ જણાવ્યું હતું કે, કેપ્ટનના શાસનને કારણે એન્ટી ઈન્કમ્બન્સી હતી અને અમે તેને લોકો સમક્ષ સમજાવી શક્યા નહીં.
|
વિજેતાઓને અભિનંદન
સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, 5 રાજ્યોમાં જીત મેળવનારા તમામ રાજકીય પક્ષો અને વ્યક્તિઓને શુભેચ્છા. લોકશાહીમાં જનતાનો નિર્ણય સર્વોપરી હોય છે, આ પણઆપણી લોકશાહીની તાકાત છે. જનતાની વિવેકબુદ્ધિ, ચુકાદા અને નિર્ણય પર ક્યારેય પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. અમે એવું માનીએ છીએ.