For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BMC ચૂંટણી 2017: અનુષ્કા શર્મા, રેખા અને ગડકરીએ કર્યું મતદાન

10 મહાનગર પાલિકાની 1268 સીટો પર 9208 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. મત ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર માં 10 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી માટે 21 ફેબ્રુઆરી, મંગળવારના રોજ મતદાન થઇ રહ્યું છે. સાવરે 7 કલાકથી મતદાન શરૂ થઇ ચૂક્યું છે. આ સાથે જ 11 જિલ્લા પરિષદ અને 118 પંચાયત સમિતિઓના બીજા ચરણ માટે પણ મતદાન થઇ રહ્યું છે. બીએમસી ની ચૂંટણીમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા એ પણ મતદાન કર્યું.

anushka sharma

આ ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ-અલગ ચૂંટણી લડી રહ્યાં છે. છેલ્લા બે દાયકાઓમાં પહેલીવાર આ બંન્ને પક્ષો ગઠબંધન વિના ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. 10 મહાનગર પાલિકાની 1268 સીટો પર 9208 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. મત ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે.

ભાજપના યુવા નેતા શાઇના એનસી સાયકલ ચલાવી મતદાન કરવા પહોંચ્યા હતા, પરંતુ મતદારોની સૂચિમાં તેમનું નામ નહોતું. જો કે, થોડીવાર પછી તેમને પોતાનો મત નાંખવાની પરવાનગી મળી ગઇ હતી.

અહીં વાંચો - Live: Gujarat Budget - હોબાળો થતાં ગૃહની કામગીરી 1 કલાક માટે સ્થગિતઅહીં વાંચો - Live: Gujarat Budget - હોબાળો થતાં ગૃહની કામગીરી 1 કલાક માટે સ્થગિત

shaina

સાવરે નાગપુર ખાતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ભારત મહિલા વિદ્યાલયમાં પોતાનો મત નાંખ્યો હતો. આ સાથે જ અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણી, અભિનેતા અને સાંસદ પરેશ રાવલ, અભિનેત્રી રેખા, ડાયરેક્ટર ઝોયા અખ્તર, વરુણ ધવન, સચિન તેંડુલકર, શોભા ખોટે અને એચડીએફસી ના ચેરમેન દીપક પારેખ સહિત ઘણી મોટી હસતીઓએ મતદાન કર્યું હતું.

બીએમસીમાં 20 વર્ષોથી રાજ કરી રહેલ શિવસેના અને ભાજપ આ વખતે પહેલીવાર આમને-સામને છે. બીએમસી દેશની સૌથી સમૃદ્ધ મહાનગર પાલિકા છએ, મતદાન માટે અહીં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

English summary
Elections in Brihanmumbai Municipal Corporation (BMC), 9 other civic bodies in Maharashtra today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X