શું ગ્રામીણ ભારતમાં મોદી સરકાર વીજળી પહોંચાડી શકી છે? જાણો

By: નિતિન મહેતા અને પ્રણવ ગુપ્તા
Subscribe to Oneindia News

સ્વતંત્રતા દિવસ 2015ના પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને વાયદો કર્યો હતો કે તેમની સરકાર 1000 દિવસની
અંદર દેશના 18,452 ગામોમાં વીજળી પહોંચાડશે. ઉર્જા મંત્રાલય પણ સમગ્ર દેશમાં સાતેય દિવસ અને 24 કલાક વીજળી આપવાનો વાયદો કર્યો હતો. આ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે સરકારે ખાલી પોતાની ઉત્પાદન ક્ષમતા જ વિકસાવવાની જરૂર હતી તેવું નહતું સાથે સાથે જ તેને ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પૂર્ણ પાડવા માટે જે જરૂરીયાતો હતી તેને પણ સમજીને પૂર્ણ કરવાની જરૂર હતી.

ગામે ગામ વીજળી
લાલ કિલ્લા પણ પોતાના આ ભાષણ પછી પીએમ મોદીએ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાની શરૂઆત કરી. ગ્રામીણ વિદ્યુતીકરણની આ યોજના સરકારની મહત્વપૂર્ણ યોજના હતી. ગામડામાં વીજળી આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી આ યોજનામાં પહેલાની સરકારની રાજીવ ગાંધી ગ્રામીણ ઇલેક્ટ્રીફાઇડ જેવી યોજનાઓને આવરી લેવામાં આવી. 2006માં ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજના શરૂ કરવામાં આવી જેમાં ફિડર લાઇને અલગ કરી ગ્રામીણ વીજળીના પ્રશ્નને હલ કરવામાં સફળતા મેળવવામાં આવી.

electricity

જીએઆરવી પોર્ટલ
આ લેખમાં જીએઆરવી પોર્ટલ પર સાર્વજનિક રીતે આપવામાં આવેલા આંકંડાનું સંક્ષિપ્ત વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પોર્ટલ પ્રગતિ પર વાસ્તવિક અપડેટ આપી નિતિ નિર્માણ - સાર્વજનિક એકાઉન્ટેબિલિટી અને પારદર્શિતાને સુનિશ્ચિત કરે છે.
સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ સાથે કોઇ પણ નાગરિક ગ્રામીણ વીજળીની આ નીતીની પ્રગતિ પર નજર રાખી શકે છે. અહીં તમામ ગામો જેને વીજળી મળી છે તેમની તારીખ, સ્થાનિક લાઇનમેનનું વિવરણ અને થાંભલા જેવી જાણકારી પણ આપવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે આ આંકડાના કારણે તમામ લોકો પ્રગતિની અંગે જાણી શકશે. વધુમાં હાલમાં જે ગામોના ઘરોમાં વીજળી આપવામાં આવી છે તેની જાણકારી પણ આ પોર્ટલમાં આપવામાં આવી છે.

1000 દિવસોનો લક્ષ્ય
18452 ગામોમાં વીજળી આપવા માટે વડાપ્રધાને 1000ની સમય સીમા નક્કી કરી હતી. તેમાંથી અત્યાર સુધીમાં 13598 ગામો એટલે કે 74 ટકા ગામો વીજળી પહોંચાડવામાં આવી છે. આપણી જોઇ શકીએ છીએ કે ડીડીયુજીવાઇ અંતર્ગત વીજળી આપવામાં આવેલા ગામોની વાર્ષિક વુદ્ધિ આરજીજીવીવાઇથી ખુબ જ ઓછી છે.

2005 અને 2012ની વચ્ચે દેશના લગભગ 1 લાખ ગામોમાં વીજળી આપવામાં આવી હતી. આરજીજીવીવાઇ હેઠળ ગત બે વર્ષોના આંકડા પહેલાના આંકડા કરતા વધુ છે. જો કે આ આંકડાની તુલના ના કરી શકાય કારણ કે વિજળી ન હોવા વાળા ગામોના પ્રકારમાં પણ ભિન્નતા છે. આમાંથી કેટલાક ગામો દુર્ગમ જગ્યાએ આવેલા છે. જેમાં વીજળી પહોંચાડવા માટે વધુ મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે આ લિસ્ટમાં 7,200થી વધુ તેવા ગામ છે જે વામપંથી એટલે કે એલડબ્લ્યૂઇથી પ્રભાવિત છે. આમાંથી 5930ને સરકારે પહેલા પણ વીજળી આપી હતી. વળી સરકારનું કામ ખાલી વીજળી આપવા કે તે માટે ઇન્ફાસ્ટક્રચર પૂરી કરવાનું પૂરતું અટકી નથી જતું. ગામમાં તમામ ઘરોમાં પણ વીજળી આપવી જરૂરી છે. દેશના 6.04 લાખ ગામોમાંથી ખાલી 1.65 લાખ ગામોને જ અત્યાર સુધીમાં વીજળી આપવામાં આવી છે.

સારાંક્ષ
7/24 કલાક વીજળી આપવાનું સપનું પૂર્ણ કરવા માટે ઉર્જા મંત્રાલયે તે વાત સુનિશ્ચિત કરવી પડશે કે ઘીરે ધીરે ઉત્પાદન ક્ષમતા વધે. જેમ જેમ ઇન્ફાસ્ટ્રક્ચર વધશે તેમ વીજળી ગામે ગામે પહોંચાડવી સરળ રહેશે.વળી એક લિમિટ પછી કેન્દ્ર દ્વારા વિજળી પહોંચાડવાનું કામ સિમિત થઇ જાય છે. તે પછી તે રાજ્યની જવાબદારી થઇ જાય છે કે તે ગામે ગામ વીજળી આપે. આમ રાજ્ય અને કેન્દ્રનાસહિયારા પ્રયાસથી જ આ કાર્યની સફળ થઇ શકે છે. મોદી સરકારના ઉદય કાર્યક્રમ હેઠળ ડિસ્કોમનું દેવું ઓછું કરવાના પ્રયાસો આ સ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. 

(આ લેખને લખનાર નિતિન મહેતા, રણનીતિ પરામર્શ અને અનુસંધાનના મેનેજીંગ પાર્ટનર છે. અને પ્રણવ ગુપ્તા એક સ્વતંત્ર શોધર્તા છે.)

English summary
In his second Independence Day address to the nation in 2015, Prime Minister Narendra Modi promised that the government would provide electricity...
Please Wait while comments are loading...