• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વચ્છ ભારતના રિપોર્ટ કાર્ડ પર મોદી સરકાર કેટલી સફળ રહી?

By Pranav Gupta And Nitin Mehta
|

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન હવે એક જન આંદોલન અભિયાન બની ગયું છે. અને દરેક ઘરમાં શૌચાલય હોવું અને ખુલ્લે આમ શૌચ કરવા ન જવું તે વાતને ધીરે ધીરે લોકો અપનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 2019માં તે મહાત્મા ગાંધીની 150ની જયંતી પર જાહેરમાં શૌચ કરવાની પ્રથાને અંત લાવવા માંગે છે. આ અભિયાન પીએમ મોદીએ 2014માં 2જી ઓક્ટોબરના રોજ શરૂ કર્યું હતું. તે સમયે ગામમાં 10 ઘરોમાં વચ્ચે ખાલી 4 ઘર તેવા હતા જેમાં બાથરૂમ હોય. તે પછી સ્વચ્છ ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકારે 2019 સુધી 10 કરોડ શૌચાલયનું નિર્માણ કરવાનું લક્ષ્ય બનાવ્યું હતું. આ મહત્વકાંક્ષી અભિયાન બે શ્રેણીમાં ફંટાયેલું છે. એક શ્રેણી છે સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામીણ) અને બીજું સ્વચ્છ ભારત અભિયાન (શહેરી).

શું છે લક્ષ્ય?

જાહેરમાં શૌચ કરવું તે ગ્રામીણ ક્ષેત્રોની મોટી સમસ્યા છે. આ કારણે મહિલા તેમ જ બાળકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વળી તેના ગંદકી ફેલાતી હતી અને બિમારી પણ વધતી હતી. વળી સૌચાલય ના હોવાના કારણે શિક્ષાની સમસ્યા પણ પ્રભાવિત થતી હતી. ખાસ કરીને છોકરીઓ માટે. છોકરીઓ આ માટે કરીને સ્કૂલે જવાની ના પાડતી હતી. કારણ કે સ્કૂલમાં શૌચાલયની યોગ્ય વ્યવસ્થા નથી. શૌચાલય ન હોવાના કારણે મહિલા સુરક્ષાનો ખતરો પણ રહેતો હતો. નોંધનીય છે કે આ જ કારણે દેશમાં દેશમાં બળાત્કાર અને છેડતીના કિસ્સા પણ વધી રહ્યા છે.

રિપોર્ટ કાર્ડ

ત્યારે મોદી સરકારે આ મામલે શું કામ કર્યું છે તેનું રિપોર્ટ કાર્ડ હવે મળ્યું છે. હાલના સમયમાં 10 ઘરોમાંથી લગભગ 6 ઘરોમાં શૌચાલય છે. સ્વચ્છ ભારત અભિયાનના લોન્ચ થયા પછી શૌચાલય બનાવવામાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. શૌચાલયમાં વધારો થવા પાછળનું તે કારણ પણ છે કે આ માટે સરકારી સહાય મળી રહી છે. 2014માં સ્વચ્છ ભારત મિશન લોન્ચ કર્યા પછી અત્યાર સુધી ભારતમાં લગભગ 4 કરોડ શૌચાલય બની ચૂક્યા છે.

મોદી સરકાર

મોદી સરકારના આવતા શૌચાલય બનવાના કામમાં તેજી જોવા મળી છે. 2012-13 અને 2013-14 માં દર વર્ષે 50 લાખથી પણ ઓછા શૌચાલય બનતા હતા. પણ સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્પીડ પકડ્યાય પછી 2016-17માં 2 કરોડથી પણ વધુ શૌચાલય બન્યા છે. જો કે તેમ છતાં જાહેરમાં શૌચની સમસ્યા હજી પણ વિકટ પ્રશ્ન સમાન ઊભી છે. કેન્દ્ર અને પ્રદેશ સરકાર દ્વારા આ અંગે પ્રયાસો ચાલી રહ્યા છે. વળી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ તે જ ગામને આપવામાં આવશે જે સંપૂર્ણ પણે જાહેરમાં શૌચ મુક્ત હોય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને આવી સમસ્યાની મુક્તિ મળી શકે. વળી સરકારી અધિકારી તેમજ કર્મચારીઓ પણ ગ્રામીણ વિસ્તારોમાં આ કામ માટે જાગૃત્તિ ફેલાવી રહ્યા છે.

લોક ભાગીદારી

આમ જોવા જઇએ મોદી સરકાર જાહેરમાં શૌચાલયની સમસ્યાને નિવારવા માટે સારો પ્રયાસ કરી રહી છે. અને બીજી તરફ લોકો પણ આ પ્રયાસને આગળ વધારી રહ્યા છે. પણ તેમ છતાં ગ્રામીણ અને લોક જન માનસમાં આ પ્રયાસો ચાલુ રહે, તેમાં લોકોની ભાગીદારી વધે અને લોકોની માનસિકતા બદલાય આ અભિગમને લઇને તે ખૂબ જ જરૂરી છે. ત્યારે આવનારા સમયમાં આ અભિયાન સફળ થાય છે કે નહીં તે લોકોની સાર્વજનિક ભાગીદારી પણ નિર્ધારીત થાય છે.

(Pranav Gupta is an independent researcher. Nitin Mehta is managing partner at Ranniti Consulting and Research.)

English summary
A key pillar of the Prime Ministers Swachh Bharat programme is providing each household access to toilet and eliminating open defecation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more