For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રશ અને કલર્સના માસ્ટર એમ એફ હુસૈનનો આજે જન્મદિવસ

|
Google Oneindia Gujarati News

ભારતના વિશ્વવિખ્યાત કલાકારોમાં સ્થાન પામતા ચિત્રકાર એમ એફ હુસૈનનો આજે જન્મદિવસ છે. મહારાષ્ટ્રના પંઢરપુરમાં 17 સપ્ટેમ્બર, 1915ના રોજ જન્મેલા મકબૂલ ફિદા હુસૈનને ભારતના પાબ્પિલો કાસો તરીકે ઓળખવામાં આવતા હતા.

તેમણે તેમની કારકિર્દીના પ્રારંભમાં કેલિગ્રાફીની કલા શીખ્યા હતા. ત્યાર બાદ તેમણે કુલફિક ખત સાથે તેમના જીઓમેટ્રિક ફોર્મનો અભ્યાસ કર્યો હતો. તેઓ બરોડામાં પોતાના અંકલને ત્યાં મદરેસામાં રહેતા હતા ત્યારે તેમણે કવિતાઓ પણ લખી હતી. તેમણે આજીવન ચિત્રકલાને પોતાની સાથી બનાવી હતી. આવો તેમના જન્મદિવસે તેમના કેટલાક પેઇન્ટિંગ જોઇએ...

જ્યારે ઇચ્છા થઇ ત્યારે ચિત્રો બનાવ્યા

જ્યારે ઇચ્છા થઇ ત્યારે ચિત્રો બનાવ્યા

ચિત્રકલા પ્રત્યે તેમનો પ્રેમ એટલો હતો કે તેઓ પોતાની પેઇન્ટિંગ કિટ તૈયાર જ રાખતા અને જ્યારે સમય મળે ત્યારે સાયકલ લઇને આસપાસના વિસ્તારોમાં પેઇન્ટિંગ કરવા માટે નીકળી પડતા હતા. પ્રારંભિક સમયમાં તેઓ લેન્ડસ્કેપ ચિત્રો વધારે દોરતા હતા.

ફિલ્મ પોસ્ટર્સ તૈયાર કરતા

ફિલ્મ પોસ્ટર્સ તૈયાર કરતા

વર્ષ 1937માં તેઓ એક આર્ટિસ્ટ તરીકે ઓળખ મેળવવા માટે મુંબઇ પહોંચ્યા હતા. હાથમાં એક પૈસો લીધા વિના પહોંચેલા હુસૈને પોતાની કારકિર્દીના દિવસો નાનકડી ઓરડીમાં વીતાવ્યા હતા. તેમણે આજીવિકા મેળવવા માટે ફિલ્મોના પોસ્ટર્સ પેઇન્ટ કરવાનું શરૂ કર્યુ હતું.

ફેવરિટ સબ્જેક્ટ હોર્સ

ફેવરિટ સબ્જેક્ટ હોર્સ

ત્યાર બાદ હુસૈને અલગ અલગ વિષયો પર ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું. તેમને ઘોડાઓને કેનવાસ પર ઉતારવાનું ખૂબ ગમતું હતું. 2000ની સાલમાં તેમણે આ પ્રકારના ચિત્રોની આખી સીરિઝ તૈયાર કરી હતી. હુસૈને આ ચિત્રો માટે એક્રેલિક પેઇન્ટને બદલે ઓઇલ પેઇન્ટનો ઉપયોગ કર્યો.

કલાના કદરદાનો

કલાના કદરદાનો

તેમના માસ્ટર્સ સ્ટ્રોકના દીવાના દુનિયાભરમાં હતા. તેમની કલાના કદરદાનોએ તેમના પેઇન્ટિંગ્સ લાખો રૂપિયા આપીને ખરીદ્યા છે. વર્ષ 1986માં હુસૈન રાજ્યસભાના સભ્ય બન્યા. ત્યાં પણ તેમણે પેઇન્ટ બ્રશ અને ચારકોલને પોતાની સાથે જ રાખ્યા હતા.

આર્ટ સ્કૂલમાંથી તાલીમ નહીં

આર્ટ સ્કૂલમાંથી તાલીમ નહીં

મહત્વની બાબત એ છે કે હુસૈને કોઇ આર્ટ સ્કૂલમાં પ્રવેશ મેળવીને ચિત્રકારીની કળા શીખી નથી. તેમણે પેઇન્ટિંગ બનાવવાની રીત, બ્રથ પકડવાની સ્ટાઇલ અને બ્રશને કેનવાસ પર ફેરવવાની પ્રક્રિયા આ બધું જ પોતાની રીતે તૈયાર કર્યું હતું.

ચિત્રોને કારણે વિવાદમાં રહ્યા

ચિત્રોને કારણે વિવાદમાં રહ્યા

તેમના ચિત્રોએ અનેકવાર વિવાદો પણ સર્જયા હતા. હિન્દુ દેવી દેવતાઓ અને ભારત માતાની પેઇન્ટિંગને કારણે તેઓ વિવાદમાં ફસાયા હતા.

ખુલ્લા પગે ફરવાનો શોખ

ખુલ્લા પગે ફરવાનો શોખ

હુસૈનને ખુલ્લા પગે ફરવાનું ખૂબ ગમતું હતું. એક સમય એવો આવ્યો કે તેમણે પગમાં પગરખાં પહેરવાનું જ બંધ કરી દીધું. જેના કારણે એક વાર એવું બન્યું કે એક મોટી હોટલમાં પહોંચ્યા તો દરવાને તેમને ખુલ્લા પગે હોટલમાં પ્રવેશવા દીધા ન હતા.

ફિલ્મ ડિરેક્ટર બન્યા

ફિલ્મ ડિરેક્ટર બન્યા

તેમનો બોલીવુડ પ્રત્યેનો અનહદ પ્રેમ તેમને ફિલ્મ બનાવવા તરફ દોરી ગયો. તેમણે વર્ષ 2000માં માધુરી દીક્ષિતને લઇને ફિલ્મ ગજગામિની બનાવી હતી. જ્યારે વર્ષ 2004માં તબ્બુને લઇને ફિલ્મ મીનાક્ષી બનાવી હતી.

2006માં ભારત છોડ્યું

2006માં ભારત છોડ્યું

વિવાદોને પગલે વર્ષ 2006માં હુસૈન ભારત છોડીને કતાર ચાલ્યા ગયા હતા. જ્યાં વર્ષ 2010માં તેમને નાગરિકતા મળી હતી. ત્યાર બાદ તેઓ લંડન ગયા અને 9 જૂન 2011માં લંડનમાં જ તેમનું મૃત્યુ થયું હતું.

English summary
Remembering Master of Colors and Brush M F Hussain on his birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X