For Quick Alerts
For Daily Alerts
પુલવામાના અવંતીપુરામાં એન્કાઉન્ટર, આર્મી જવાન અને એસપીઓ શહીદ
જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આ એન્કાઉન્ટર અવંતિપોરામાં ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર બપોરે 12: 15 વાગ્યે શરૂ થયુ હતું. આ એન્કાઉન્ટરમાં જે નવીનતમ માહિતી મળી છે તે મુજબ સેનાનો જવાન શહીદ થયો છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર પોલીસના એસપીઓ પણ શહિદ થયા છે.
સોમવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાનમાં એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં પોલીસ અને સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે આપેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા.