જમ્મુના સુંજવાન વિસ્તારમાં ચાલી રહ્યુ છે એનકાઉન્ટર, એક જવાન શહીદ, 4 ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના સુંજવાનમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં એક જવાન શહીદ થઈ ગયો છે જ્યારે ચાર જવાન ઘાયલ થઈ ગયા છે. જમ્મુ ઝોનના એડીજી મુકેશ સિંહે જણાવ્યુ કે અમે રાતે આખા વિસ્તારને ખાલી કરાવી લીધુ હતુ અને તેને ચારે તરફથી ઘેરી લીધુ હતુ. એનકાઉન્ટર હજુ પણ ચાલી રહ્યુ છે, આતંકી એવુ લાગે છે કે ઘરની અંદર છૂપાયા છે, અમે તેમને બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજ દિવસના પ્રસંગે 24 એપ્રિલ, રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. તે રાજ્યના પલ્લીથી દેશની પંચાયતોને સંબોધિત કરશે. વર્ષ 2018માં, આતંકવાદીઓએ સુંજવાંમાં સેનાના શિબિર પર હુમલો કર્યો હતો ત્યારે પાંચ સુરક્ષાકર્મી અને એક નાગરિકનુ મોત થયુ હતુ.
સમાચાર એજન્સી આઈએએનએસના જણાવ્યા મુજબ સુંજવાંમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સેનાના કેમ્પ પાસે ચાલુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘટના સ્થળે બે આતંકી હાજર છે જેમનો સંબંધ આતંકી સંગઠન જૈશ સાથે થવાની સંભાવના છે. વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ઈનપુટ બાદ અથડામણ શરુ થઈ. સુરક્ષાબળો જેવા આશંકિત વિસ્તારમાં પહોંચ્યા જ્યાં આતંકીઓ છૂપાયા હતા ત્યાં ભારે ગોળીબાર શરુ થઈ ગયો. જે બાદથી અત્યાર સુધી અથડામણ ચાલુ છે.