For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંપોર: બિલ્ડિંગમાં છૂપાયા આતંકવાદીઓ, કાલ સવારથી ચાલુ છે અથડામણ

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

કાશ્મીરના પંપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલી અથડામણને 24 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે. આ અથડામણમાં હજુ સુધી કોઇ આતંકવાદી માર્યો ગયો નથી. ગોળીબારના સતત અવાજો આવી રહ્યા છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બે કે ત્રણ આતંકવાદીઓ હોઇ શકે છે.

pampor attack

સોમવારે સવારે થયો હતો હુમલો

જમ્મૂ-કાશ્મીરના પંપોરમાં આ હુમલો સોમવારે સવારે લગભગ 6.30 વાગે થયો હતો. આ આતંકવાદી હુમલામાં એક જવાનના પગમાં ગોળી વાગી છે. હાલમાં આ ઘટનાને 24 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે પરંતુ ફાયરિંગ ચાલુ છે.

બોટમાં આવ્યા હતા આતંકવાદીઓ

આતંકવાદીઓએ ઇડીઆઇ બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવ્યુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બધા આતંકવાદીઓ જમ્મૂ-કાશ્મીરના પંપોરમાં બોટના સહારે પ્રવેશ્યા છે. તમને જણાવી દઇએ કે 2008 માં પણ આવી જ રીતે બોટના સહારે આતંકવાદીઓ પંપોરમાં પ્રવેશ્યા હતા. કાશ્મીરથી પાક તરફ વહેતી ઝેલમ નદી કાશ્મીરથી પાકિસ્તાન તરફ જાય છે. પોલિસનું કહેવુ છે કે આતંકવાદીઓ આ નદીને પાર કરીને ત્યાંથી ઇડીઆઇ બિલ્ડિંગમાં પ્રવેશી ગયા છે. ઇંટેલીજંસ એજંસીઓ તરફથી સર્જીકલ સ્ટ્રાઇક બાદ આતંકવાદી હુમલાની ચેતાવણી આપવામાં આવી હતી.

પહેલા પણ થઇ ચૂક્યો છે આ બિલ્ડિંગમાં હુમલો

આ વર્ષે જ 20 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પંપોરમાં આતંકવાદીઓએ સીઆરપીએફના એક જૂથ પર હુમલો કરી દીધો હતો. આતંકવાદીઓ હાઇવેની નજીક આવેલ ઇડીઆઇ બિલ્ડિંગમાં છૂપાયા હતા. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ ઘર્ષણ લગભગ ત્રણ દિવસ ચાલ્યુ હતુ. આ ઘર્ષણમાં તમામ ત્રણ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. આ ઘર્ષણમાં સ્પેશિયલ ફોર્સના બે કેપ્ટન સહિત સેનાના ત્રણ જવાન અને બે સીઆરપીએફ જવાન શહીદ થયા હતા.

English summary
Encounter between security forces and terrorists at EDI building
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X