J& K : હિઝબુલ કમાન્ડર અને તેના બોડીગાર્ડનો સેનાએ કર્યો ખાતમો
કાશ્મીરની ખીણમાં આવેલ અનંતનાગ જિલ્લામાં સુરક્ષાકર્મીઓએ શુક્રવાર રાતે બે આંતકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સુરક્ષાબળોએ આ સમગ્ર વિસ્તારને હાલ કોર્ડન કર્યો છે. ઇનપુટના આધારે સુરક્ષાદળોએ આ વિસ્તારને કાર્ડન કર્યો હતો. અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે સેના સર્ચ કરવા માટે એક ઘરની પાસે પહોંચી તો આંતકીઓએ સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેના જવાબમાં સેનાએ ફાયરિંગ કર્યું હતું. જેમાં બે આંતકીની મોત થઇ હતી. તેમની ઓળખ હિઝબુલ કમાન્ડર અશરફ ખાન તરીકે થઇ છે. અને તેનો બોડીગાર્ડ સમીર ટાઇગર પણ આ એનકાઉન્ટરમાં મરી ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ આંતકી લાંબા સમયથી કાશ્મીરમાં આંતકી ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા. અને આ આંતકીઓની મોતથી કાશ્મીરમાં તનાવ ઊભો થયો છે. જેના કારણે શ્રીનગર બનિહાલ રેલ સેવા અને ઇન્ટરનેટ સેવા અસ્થાઇ રૂપે ઠપ્પ કરવામાં આવી છે. હાલ તો આ વિસ્તાર સેનાના કંટ્રોલમાં છે. અને આ સર્ચ ઓપરેશનમાં 19 આરઆર, સીઆરપીએફ અને એસઓજીના જવાનો જોડાયેલા હતા. શ્રીનગરના બહારી ક્ષેત્રમાં ખોનમુંહમાં શુક્રવારે આતંકીઓની હાજરીના જાણકારી મળતા મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.