For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર: સેનાનું આતંકીઓ સાથે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના બાટામુલા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના બાટામુલા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાને આ બાબતે જાણકારી મળી હતી કે આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ હાજર છે જેને કારણે આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. ત્યારપછી સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. આખા વિસ્તારમાં એન્કાઉન્ટરને કારણે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે આતંકીઓને કોઈ પણ પ્રકારની મદદ ના મળી શકે.

jammu and kashmir

એન્કાઉન્ટર વિશે જાણકારી આપતા જમ્મુ કાશ્મીર ડીજીપી એસપી વૈદ્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને આ વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારપછી શ્રીનગરના બાટામુલા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું. આ દરમિયાન આતંકીઓ ઘ્વારા પણ ગોળીબારી શરુ કરી દેવામાં આવી. જેમાં એક જવાન શહીદ થઇ ગયો. જયારે સીઆરપીએફના બે જવાનોને ગોળી વાગી ગયી છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલી રહ્યું છે.

English summary
Encounter breaks out between terrorists and security forces near Batamaloo area
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X