For Daily Alerts
જમ્મુ કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર, હિઝબુલનો ટોપ કમાન્ડર ઠાર
સાઉથ કાશ્મીરના પુલવામામાં શનિવારે સુરક્ષાબળો અને આતંકીઓની અથડામણ થઈ. આ અથડામણ પુલવામાના ટિકેન ગામમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર લિયાકત અહેમદને ઠાર મારી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વધુ એક આતંકી જે માર્યો ગયો છે તે પણ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો. બીજો આતંકીની હજુ ઓળખ થઈ શકી નથી. આતંકીઓ પાસે સુરક્ષાબળોને મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને બીજા હથિયારો પણ મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ એક મહિનામાં બીજી વખત વધ્યા LPG સિલિન્ડરના ભાવ, જાણો નવી કિંમત