For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીસેટમાંથી અંગ્રેજીનું પત્તુ કપાયૂ, વિદ્યાર્થીઓમાં હજી અસંતોષ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ઓગસ્ટ: કેન્દ્ર સરકારે સોમવારે યૂપીએસસીની સીસેટ પરીક્ષામાંથી આ વખતે અંગ્રેજીનું પત્તુ સાફ કરી દીધું છે. કાર્મિક રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે પરીક્ષામાં અંગ્રેજીના માર્ક્સ ગ્રેડિંગ અથવા મેરિટમાં સામેલ કરાશે નહીં. સાથે જ વર્ષ 2011માં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 2015માં વધુ એક તક આપવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓમાં હજી પણ અસંતોષ છે અને તેઓ સીસેટ પેપરને જ રદ કરવાની માંગ કરી રહ્યા છે.

કાર્મિક, લોકફરિયાદ અને પેંશન મામલાના રાજ્યમંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંહે લોકસભામાં પોતાના નિવેદનમાં જણાવ્યું કે સરકારનો મત છે કે સિવિલ સેવા પરીક્ષા પ્રશ્ન પત્ર 2માં અંગ્રેજી ભાષાવાળા પ્રશ્નના માર્ક્સને ગ્રેડિંગ અથવા મેરિટમાં સમાવેશ કરવાનો કોઇ ઔચિત્ય નથી. તેમણે જણાવ્યું કે સિવિલ સેવા પરિક્ષા 2011ના ઉમેદવારોને 2015ની પરીક્ષામાં બેસવાની વધુ એક તક આપવામાં આવશે.

upsc
યૂપીએસસી સીસેટ અને આ પરીક્ષામાં અંગ્રેજીને મહત્વ આપવાને લઇને વિદ્યાર્થીઓ ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે. સંસદના વર્તમાન સત્રમાં પણ આ વિષય પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરનારા હિન્દી ભાષી વિસ્તારના વિદ્યાર્થીઓ સીસેટનો વિરોધ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે સીસેટના કારણે તમામ વિદ્યાર્થીઓને સમાન અધિકાર નથી મળી રહ્યો અને કળા, સમાજ વિજ્ઞાન અને ગ્રામીણ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓની વિરુદ્ધ છે.

વિદ્યાર્થીઓનો દાવો છે કે 40-45 પ્રશ્નો અંગ્રેજીમાં પૂછવામાં આવે છે. માટે તેઓ સિવિલ સેવા પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરવાને લઇને વિદ્યાર્થીઓના આંદોલન ત્યારે ઉગ્ર કર્યું જ્યારે 24 ઓગસ્ટના રોજ થનારી પ્રારંભિક પરીક્ષાના વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું.

સરકારે આ વિષય પર વિચાર કરવા માટે ત્રણ સભ્યોવાળી સમિતિની રચના કરી હતી, જેણે સિવિલ સેવા એપ્ટીટ્યૂટ પરીક્ષા(સીસેટ)ના પેટર્નને બદલવાની પરીક્ષાર્થીઓની માંગ પર અધ્યયન કરીને રિપોર્ટ રજૂ કરી. આ વિષય પર કાર્મિક રાજ્યમંત્રી ડો. જિતેન્દ્ર સિંહની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી રાજનાથ સિંહની સાથે પણ ચર્ચા કરી હતી.

English summary
English out from CSAT, but students are still unhappy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X