For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી ટ્રેનમાં માણી શકાશે વાઇ ફાઇની મજા

|
Google Oneindia Gujarati News

train
નવી દિલ્હી, 2 એપ્રિલ : ભારતીય રેલવેએ મંગળવાર એટલે કે આજથી પોતાની ટ્રેનોમાં ઓન બોર્ડ વાઇ ફાઇ ઇન્ટરનેટ સુવિધા શરૂ કરી છે. પ્રારંભિક ધોરણે આ સેવા દિલ્હી-કોલકતા રાજધાની એક્સપ્રેસમાં શરૂ કરવામાં આવી છે.

રેલવે બોર્ડના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રેલવે મંત્રી પવન કુમાર બંસલ મંગળવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર દિલ્હી-કોલકતા રાજધાની એક્સપ્રેસમાં ઇન્ટરમેટની સેવા શરૂ કરાવશે. આ સુવિધા કોલકતા જતી અને કોલકતાથી દિલ્હી પરત આવતી બંને રાજધાની એક્સપ્રેસમાં હશે.

ટ્રેનોમાં ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરનારા યાત્રીઓએ પોતાનો પીએનઆર અને મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરાવવો પડશે. ત્યાર બાદ તેમને પાસવર્ડ આપવામાં આવશે. તેના આધારે તેઓ ટ્રેનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. પ્રારંભિક ધોરણે આ સુવિદા નિશુલ્ક ઉપલબ્દ રહેશે.

આ અંગે રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ સેવાથી સૌથી વધારે ફાયદો બિઝનેસ ક્લાસના લોકો અને વિદ્યાર્થીઓને થશે. કારણ કે મુસાફરી દરમિયાન અનેકવાર તેમને ઇન્ટરનેટની જરૂર હોય છે. મુસાફરોની જરૂરિયાતોને જોતા આ અંગે છેલ્લા ઘણા સમયથી વિચાર કરવામાં આવી રહ્યો હતો. અનેક કારણોથી આ યોજના અમલમાં મૂકી શકાઇ ન હતી. ટ્રેનમાં વાઇ ફાઇની સુવિધા ટેક્નોસેટ કંપનીના સહયોગથી શરૂ કરવામાં આવી રહી છે.

English summary
Enjoy wi fi in train from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X