• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉદ્યમીઓની પીએમને અપીલ: કોરોના વાયરસ ભેદભાવ નથી કરતો, દેશમાં લૉકડાઉનની જરૂર

|
Google Oneindia Gujarati News

ભારત સહિત આખી દુનિયા હાલમાં કોરોના વાયરસનો સામનો કરી રહી છે. દેશમાં અત્યાર સુધી આના 147 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. જ્યારે ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ દરમિયાન અમુક ઉદ્યમીઓ અને સ્ટાર્ટ-અપ્સના એક સમૂહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરીને કહ્યુ છે કે જરૂરી પગલા ઉઠાવે અને કલમ 144 લાગુ કરે. તેમણે કહ્યુ છે, આ અઠવાડિયે મુખ્ય શહેરોમાં કલમ 144 (એક જ સ્થળ પર લોકોને એકઠા થવા પર પ્રતિબંધ) લાગુ કરવામાં આવે જેથી કોરોના વાયરસને ફેલાતો રોકી શકાય.

મંગળારે અર્બન કંપની (અર્બન ક્લેપ)ના કો-ફાઉન્ડર અભિરાજ સિંહે પ્રધાનમંત્રીને એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ટ્વિટ કર્યુ છે જેમાં કહ્યુ છે કે જે દેશોએ સમયે કડક અને સખત પગલા લીધા (દક્ષિણ કોરિયા, સિંગાપોર, જાપાન) તે આ વાયરસને નિયંત્રિત કરવામાં સફળ રહ્યા છે. જ્યારે અમુક દેશો(ઈરાન, ઈટલી અને અમેરિકા) એ માત્ર રાહ જોઈ અને જોતા રહ્યા. તેમનુ કહેવુ છે કે વાયરસ રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવ નથી કરતો. મજબૂત અને નિર્ણાયક કાર્યવાહી રોકથામ માટે જરૂર છે.

20 માર્ચ, 2020થી શરૂ થતા બે અઠવાડિયા માટે મુખ્ય શહેરોમાં કલમ 144 અને સખત લૉકડાઉન (લોકો ઘરમાં રહે) લાગુ કરો. જ્યારે રોકથામના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ, એક લૉકડાઉન અને કલમ 144 લાગુ કર્યા બાદ, 30 દિવસમાં મૃત્યુદરને પાંચ ગણુ ઘટાડી શકાય છે. આ 10 સ્લાઈડનુ પ્રેઝન્ટેશન 50થી વધુ ઉદ્મમીઓ દ્વારા બનાવવામાં આવ્યુ અને સમર્થિત કરવામાં આવ્યુ છે. જેમાં સ્નેપડીલના કુણાલ બહ, રેડ બસના ફણીન્દ્ર સમામા અને મેપમાઈઈન્ડિયાના રોહન વેરજમા શામેલ છે.

આ લોકોએ માન્યુ છે કે ભારતે શરૂઆથતી જ સારા પ્રયાસ કર્યા છે. જેમાં મૉલ અને થિયેટર જેવા સાર્વજનિક સ્થળોને બંધ કરવા અને લોકોને સામાજિક અંતર જાળવવા માટે ઘરેશી કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાનુ શામેલ છે. જો કે એ ચેતવણી આપીને કે બીજુ લૉકડાઉન લગાવી શકાય છે, પ્રેઝટેન્શનમાં સરકાર પાસે ભોજન, દવા અને ધન જેવી જરૂરી વસ્તુઓની આપૂર્તિ સુનિશ્ચિત કરવા અને સાર્વજનિક પરિવહન જેવી સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. વાયરસના સૌથી વધુ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. ભારત સરકારે શરૂઆતથી જ વાયરસની રોકથામ માટે બધા જરૂરી પગલા લીધા છે.

સરકારે અન્ય દેશો સાથે લાગતી સીમાને બંધ કરી દીધી. હવાઈ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો. આ સાથે જ દેશના વિવિધ એરપોર્ટ પર લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યુ છે. લોકોને જાગૃત કરવા માટે સરકાર દરેક પગલા લઈ રહી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ જેને કોવિડ-19 નામ આપવામાં આવ્યુ છે, તે ચીનના વુહાન શહેરથી ગયા વર્ષે ડિસેમ્બરમાં ફેલાવો શરૂ થયો હતો. તેનાથી દુનિયાભરમાં અત્યાર સુધી સાત હજારથી મોત થયા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા લગભગ એક લાખ 70 હજાર છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના જજે કહ્યુઃ કળયુગમાં આપણે વાયરસ સામે નથી લડી શકતાઆ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના જજે કહ્યુઃ કળયુગમાં આપણે વાયરસ સામે નથી લડી શકતા

English summary
entrepreneurs appeal to pm modi says coronavirus does not discriminate lockdown is important
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X