For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી દિલ્લીમાં નો એન્ટ્રી, જાણો કોને મળશે પ્રવેશની છૂટ

દિલ્લી સરકારના આ નિર્ણય બાદ દિલ્લીમાં આસપાસના શહેરોથી કામ માટે આવનારા લોકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી સરકારે લૉકડાઉન 5 માટે નવી ગાઈડલાઈન જારી કરી દીધી છે. લૉકડાઉન 5માં ઑફિસ, ફેક્ટરી વગેરે ખોલી દેવામાં આવ્યા છે. એવામાં દિલ્લીની આસપાસના વિસ્તારના લોકો દિલ્લી કામકાજ માટે આવે છે પરંતુ કેજરીવાલ સરકારના નિર્ણયે આ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. વાસ્તવમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીની સીમાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્લી સરકારે નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સીમાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્લી સરકારના આ નિર્ણય બાદ દિલ્લીમાં આસપાસના શહેરોથી કામ માટે આવનારા લોકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.

દિલ્લીમાં નો એન્ટ્રી

દિલ્લીમાં નો એન્ટ્રી

આજથી નોઈડા, ગાઝિયાબાદથી આવતા લોકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. કેજરીવાલ સરકારે આજથી આગલા એક અઠવાડિયા સુધી દિલ્લીની બૉર્ડર સીલ કરી દીધી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે લૉકડાઉન 5માં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકોની અવરજવર ખોલી દીધી છે. ત્યારબાદ હરિયાણા સરકારે દિલ્લી પાસે પોતાની બૉર્ડર ખોલી દીધી હતી. ગુરુગ્રામ, ફરીદાબાદથી લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી પરંતુ આજથી દિલ્લી સરકારે પોતાની સીમાઓ બંધ કરી દીધી છે. દિલ્લી સરકારના નિર્ણય બાદ બૉર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. હવે નોઈડા, ગુરુગ્રામ કે પછી ગાઝિયાબાદથી લોકો એન્ટ્રી નહિ કરી શકે.

માત્ર આ જ લોકોને મળશે એન્ટ્રી

માત્ર આ જ લોકોને મળશે એન્ટ્રી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે મોટો નિર્ણય કરીને બધી બૉર્ડરને એક સપ્તાહ માટે સીલ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને પ્રવેશ આપવાથી રોકવામાં આવશે નહિ. વળી જેમની પાસે રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલ પાસ છે તેમને માત્ર પ્રવેશ આપવામાં આવશે. દિલ્લી સરકારે કહ્યુ છે કે દિલ્લીથી બહાર રહેતા લોકોને રાજધાનીમાં આવવા માટે પાસ લેવો પડશે.દિલ્લી સરકારે કહ્યુ છે કે સરકારે જે ઑફિસ ખોલવાના આદેશ આપ્યા છે ત્યાં કામ કરતા કર્મચારીઓને ઈ-પાસ જારી થશે.

બીજા રાજ્યોના પાસ પણ હશે માન્ય

બીજા રાજ્યોના પાસ પણ હશે માન્ય

દિલ્લી સરકારે લોકોને થોડી રાહત આપીને કહ્યુ છે કે દિલ્લીમાં પ્રવેશ માટે બીજા રાજ્યોના પાસ પણ માન્ય હશે. તમે જે વિસ્તારમાંથી આવી રહ્યા છો ત્યાંના જિલ્લા પ્રશાસન દ્વારા જારી મુસાફરી પાસ પણ દિલ્લીમાં પ્રવેશ માટે માન્ય હશે. આ ઉપરાંત લોકો દિલ્લી સરકારનો ઈ-પાસ પણ બનાવી શકો છો. વળી, સરકારી કર્મચારીઓ માટે તેમનુ આઈડી કાર્ડ જ એન્ટ્રી પાસનુ કામ કરશે. જ્યારે જે લોકો વિમાન કે ટ્રેનથી સફર કરી રહ્યા છે તેમને ઈ પાસની જરૂર નહિ પડે. તેમની ટિકિટ તેમના માટે ઈ પાસનુ કામ કરશે.

Gold Rate: અનલૉક 1.0ના પહેલા જ દિવસે સોનાએ રેકોર્ડ તોડ્યો, ચાંદી 50,000ને પારGold Rate: અનલૉક 1.0ના પહેલા જ દિવસે સોનાએ રેકોર્ડ તોડ્યો, ચાંદી 50,000ને પાર

English summary
Entry banned in Delhi From Today, After CM Arvind Kejriwal Order Ghaziabad, Gurugram and Noida Border Sealed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X