For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાવતીએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થનનું એલાન કર્યું, કહ્યું- રાજસ્થાનમાં પણ આવી શકે સાથે

માયાવતીએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થનનું એલાન કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખરે બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસનો રસ્તો સાફ કરી દીધો છે, તેમણે આજે એલાન કરી દીધું છે કે તેઓ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થન કરશે, જે બાદ હવે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો આસાનીથી રજૂ કરી શકે છે. માયાવતીએ કહ્યું કે રઝલ્ટ દેખાડે છે કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જનતા ભાજપના વિરોધમાં છે.

mayavati

વિકલ્પની કમીને કારણે જનતાએ કોંગ્રેસનો સ્વીકાર કર્યો છે, જો કે કોંગ્રેસની નીતિઓથી હું સહમત નથી પરંતુ તેમ છતાં જનતાનો મૂડ જોતાં અમારી પાર્ટી બસપા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સપોર્ટ કરશે અને જરૂર પડી તો રાજસ્થાનમાં પણ સાથે આવશું.

માયાવતીએ કહ્યું કે ભાજપ સત્તામાં આવવા માટે જોડતોડમાં લાગી છે, હું તેમનો ઉદ્દેશ્ય પૂરો નહિં થવા દઉં, જનતા ભાજપથી ત્રસ્ત છે અને તેનાથી છૂટકારો ઈચ્છે છે, માટે અમે કોંગ્રેસના સપોર્ટમાં આવ્યા છીએ. જણાવી દઈએ કે રાજસ્થાનમાં કોંગ્રેસને 99 સીટ મળી છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 114 સીટ મળી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બીએસપીને ક્રમશઃ 6 સીટ અને 2 સીટ મળી છે, ભાજપને 109 સીટ મળી છે.

આ પણ વાંચો- કોંગ્રેસમાં સીએમને લઈ માથાકૂટ શરૂ, ત્રણેય રાજ્યમાં આજે ધારાસભ્યોની બેઠક

English summary
Even though we don't agree with many of Congress's policies we have agreed to support them in Madhya Pradesh said Mayawati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X