For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરેક પેન્શનરને નાણાકીય લાભો મળે, નિવૃત્ત કર્મચારીને સમયસર હક મળે : પંજાબ સરકાર

પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સરકારી કર્મચારીઓ માટે એક પછી એક મોટા પગલા લઈ રહી છે. પહેલા જૂની પેન્શન યોજના લાગુ કરી અને હવે કર્મચારીઓના પડતર પ્રશ્નો હલ કરવા પર ભાર દઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમૃતસર : પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સરકારી કર્મચારીઓ માટે એક પછી એક મોટા પગલા લઈ રહી છે. પહેલા જૂની પેન્શન યોજના લાગુ કરી અને હવે કર્મચારીઓના પડતર પ્રશ્નો હલ કરવા પર ભાર દઈ રહી છે. આ માટે પેન્શન સેવા કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. સરકારના વિવિધ વિભાગોના નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે પ્યુટી કમિશનર હરપ્રીત સિંહ સુદાનના પ્રયાસોથી આ બે દિવસીય પેન્શન સેવા કેમ્પનું આયોજન કરાયુ હતું.

pensioner

નાયબ કમિશ્નરે પેન્શન અદાલતને સંબોધતા કહ્યુંં કે, પેન્શનધારકોના પ્રશ્નોનું અગ્રતાના ધોરણે નિરાકરણ કરવામાં આવશે અને નિવૃત કર્મચારીઓને ચંડીગઢ સુધી જવું ન પડે તે માટે તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જ આ પેન્શન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં પંજાબ સરકાર તરફથી વિશેષ દિશાનિર્દેશો આવ્યા છે કે કોઈપણ પેન્શનધારક નાણાકીય લાભોથી વંચિત ન રહે અને દરેક નિવૃત્ત કર્મચારીને સમયસર તેનો અધિકાર મળવો જોઈએ.

અહીં તેમણે વધુમાં જણાવ્યું કે, આ બાબતને ધ્યાનમાં રાખીને આજે ઓડિટ જનરલ વિભાગના વિશેષ અધિકારીઓ આવ્યા હતા, જેમણે પોતે તમામ મુદ્દાઓ સાંભળ્યા હતા અને વિભાગોના અધિકારીઓને યોગ્ય માહિતી આપી હતી અને પેન્શનરોને વહેલી તકે યોગ્ય નાણાકીય લાભ આપવા સૂચના આપી હતી.

અહીં વરિષ્ઠ ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ પેન્શન આકાશ ગોયલે વિવિધ સમસ્યાઓ સાંભળી હતી. તેઓએ અધિકાંશ કેસનું સ્થળ પર જ નિરાકરણ કરવા અને સમય લાગે તેવા કેસને પ્રાથમિકતા આપી પુર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા.

English summary
Every pensioner to get financial benefits, retired employees to get timely entitlements: Punjab Govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X