For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ વિધાયક અને કોંગ્રેસ નેતા વારિશ અલીની તળાવમાં લાશ મળી

ઉત્તરપ્રદેશના બહુચરાઈ જિલ્લામાં નાનપરા વિધાનસભાથીં બસપા ટિકિટ પર વિધાયક રહી ચૂકેલા અને કોંગ્રેસી નેતા વારિશ અલીની લાશ રવિવારે સવારે તળાવમાં મળી આવવાથી હડકંપ મચી ગયો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના બહુચરાઈ જિલ્લામાં નાનપરા વિધાનસભાથીં બસપા ટિકિટ પર વિધાયક રહી ચૂકેલા અને કોંગ્રેસી નેતા વારિશ અલીની લાશ રવિવારે સવારે તળાવમાં મળી આવવાથી હડકંપ મચી ગયો છે. સૂચના મળતા જ જગ્યા પર પહોંચેલી પોલીસે લાશને તળાવની બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પૂર્વ વિધાયકની મૌત થવાની સૂચના મળતા જ પ્રશાશન અધિકારીઓ સાથે કાર્યકર્તાઓ અને ગ્રામીણોનો જમાવડો લાગી ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે પૂર્વં વિધાયકની લાશ ઘરની પાછળ બનેલા તળાવમાં મળી છે.

uttar pradesh

નાનપરા રોડ નિવાસી વારિશ અલીની (44) લાશ રવિવારે સવારે નાનપરા નિવાસ પાછળ તળાવમાં મળી છે. તેમના ભાઈ હકીકત અલી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ રોજ સવારે 5 વાગ્યે ઉઠીને આંટો મારવા માટે ઘરની પાછળ બનેલા તળાવમાં માછલીઓને દાણા નાખતા હતા. આજે પણ તેઓ ત્યાં જ ગયા હતા, જ્યાં કદાચ તેમનો પગ લપસી જવાને કારણે તેઓ તળાવમાં પડી ગયા. વિધાયકની મૌતની ખબર મળતા જ જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગયી. તેમના આવાસ પર ભારે સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા. જ્યાં પોલીસ પણ જગ્યા પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

એમએલએ સુધીની સફર

વારીશ અલી ગ્રામ વિસ્તારના જમીની નેતા હતા. રાજકારણ પહેલા, વારીશ અલી મીહિપુરવા ગામમાં રહેતા હતા. મીહિપુરવામાં, તેઓ પાલખી અને તંબુની દુકાનનું સંચાલન કરતા હતા. આ પછી વર્ષ 2003 માં પાલખી સભ્યો ઘ્વારા તેમના નેતા તરીકે ચૂંટ્યા. ચળવળ અને સામૂહિક સહભાગિતામાં ભાગીદારીને લીધે, વારીશ અલીની નાનપરા વિધાનસભા એક અલગ ઓળખ બની. વારીશ અલી 2004 માં બસપામાં જોડાયા આ પછી, 2007 ની વિધાનસભા ચૂંટણીઓમાં, તેમણે બસપા ટિકિટ પર ચૂંટણી લડી અને જીત મેળવી. પરંતુ વર્ષ 2013 માં બસપાની ચૂંટણી લડી હતી, પણ ચૂંટણીમાં હારી ગઇ. આ પછી તેમણે વર્ષ 2017 પહેલાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં જોડાયા. એસપી અને કૉંગ્રેસના ગઠબંધનમાં, તેમણે નાનપારા એસેમ્બલીમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.

English summary
Ex mla and congress leader Warsi Ali dead body found in pond
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X