For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS બાદ ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા પ્રણવ મુખરજી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રવિવારે ગુરુગ્રામમાં ભાજપના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

|
Google Oneindia Gujarati News

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રવિવારે ગુરુગ્રામમાં ભાજપના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન એમણે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે સ્ટેજ શેર કર્યુ હતું. પ્રણવ મુખરજી અને મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં ગુરુગ્રામના હરચંદપુર અને નયાગાવમાં સ્માર્ટ ગ્રામ પરિયોજના અંતર્ગત કેટલાય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. જણાવી દઈએ કે પ્રણવ મુખરજીએ હરચંદપુર ગામને ગોદ લીધું હતું.

હરચંદપુરમાં હતો કાર્યક્રમ

હરચંદપુરમાં હતો કાર્યક્રમ

હરચંદપુરને ગોદ લીધા બાદ પ્રણવ મુખરજીના પ્રયત્નોથી અહીં કેટલીય સુવિધાઓ આપવામાં આવી છે. આ ગામને આદર્શ ગામ બનાવવા માટે ગ્રામ સચિવાલયમાં વાઈ-ફાઈ સહિત અન્ય ડિજિટલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અગાઉ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમમાં પણ સામેલ થઈ ચૂક્યા છે. મુખરજીના આરએસએસ કાર્યક્રમમાં સામેલ થવા પર કોંગ્રેસને ભારે અસહજ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે એવા અહેવાલ પણ આવ્યા હતા કે પ્રણવ મુખરજીની દીકરી શર્મિષ્ઠા મુખરજી ભાજપ જોઈન કરી શકે છે. જો કે એમણે આવા પ્રકારના અહેવાલોનું ખંડન કર્યું હતું.

RSS સાથે કામ કરશે?

RSS સાથે કામ કરશે?

આ વખતે મનોહર લાલ ખટ્ટર સાથે સ્ટેજ શેર કરવાને લઈને પણ અટકળો લગાવવામાં આવી રહી છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે પ્રણવ મુખરજી ફાઉન્ડેશન આરએસએસ સાથે મળીને કામ કરવા જઈ રહ્યા છે. જો કે પ્રણવ મુખરજી તરફથી જાહેર તમામ નિવેદનમાં આ સમાચારને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. પ્રણવ મુખરજીની ઑફિસમાંથી જાહેર કરેલ નિવેદનમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે પ્રણવ મુખરજી ફાઉન્ડેશન આરએસએસ સાથે મળીને હરિયાણામાં કંઈ જ કામ કરવાનું નથી વિચારી રહ્યું. નિવેદનમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે હરિયાણા સરકારના નિમંત્રણ પર ગુરુગ્રામ સ્થિત કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. જે અંતર્ગત સ્માર્ટ ગ્રામ પરિયોજના હેઠળ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

પ્રણવ મુખરજીએ કરી સ્પષ્ટતા

પ્રણવ મુખરજીએ કરી સ્પષ્ટતા

પ્રણવ મુખરજીના કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણામાં સ્માર્ટગ્રામ પરિયોજના જુલાઈ 2016માં શરૂ થઈ. રાષ્ટ્રપતિ પદ પર રહેતા પ્રણવ મુખરજીએ કેટલાક ગામોને ગોદ લીધાં હતાં. એવામાં તેઓ 2 સપ્ટેમ્બર 2018ના રોજ હરિયાણા સરકારના નિમંત્રણ પર એ દરમિયાન શરૂ થયેલી પરિયોજનાઓના ઉદ્ઘાટન માટે ગુડગાંવ જઈ રહ્યા છે. આ મોકા પર હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પણ એમની સાથે રહેશે. આ પણ વાંચો-PM મોદીના ડિનરમાં પ્રણવ મુખર્જી માટે નીતીશ કુમારે આપી હાજરી

English summary
Ex President Pranab Mukherjee to attend BJP government’s event in Gurugram today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X