• search

Exclusive: કારગિલ પર આઝમનું નિવેદન, ભડક્યા સૈન્ય અધિકારી

By Super

(ઋચા વાજપાયી), 9 એપ્રિલઃ સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના મંત્રી આઝમ ખાને વધુ એક વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે, કારગિલ યુદ્ધ જીતવા માટે જે સૈનિકો લડ્યાં, તે હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હતા. જે લોકોએ કારગિલમાં ચટ્ટાણો પર ફતેહ હાંસલ કરી તે મુસ્લિમ હતા. એટલે કે મુસ્લિમોએ સેનામાં ભરતી થવું જોઇએ, કારણ કે દેશની રક્ષા તેમનાથી સારી કોઇ કરી શકે નહીં.

આ નિવેદન વાંચીને તમને ગુસ્સો આવ્યો હશે કે આઝમ જેવા નેતા કઇ રીતે સમાજને વેંચવાનું કામ કરી રહ્યાં છે. તમારા કરતા પણ વિશેષ ગુસ્સો સેનાના એ અધિકારીઓને આવ્યો છે, જેમણે પોતાનું જીવન સરહદોની સુરક્ષા માટે સમર્પતિ કરી દીધું. એક અધિકારીએ ત્યાં સુધી કહીં દીધું કે હાં, મુસ્લિમોએ કારગિલ પર કબજો જરૂર કર્યો હતો, પરંતુ તે ભારતીય નહીં પાકિસ્તાની હતા.

બેંગ્લોરથી નિવૃત એર માર્શલ બીકે પાંડેય કહે છે કે કારગિલ પર દેશની બીજી બાજુના મુસ્લિમો કબજો કર્યો હતો, હિન્દુ સૈનિકો(જેમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને હતા)ની બહાદૂરીએ તેમને ત્યાં ટકવા ના દીધા. તેમણે આઝમ ખાનના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યુંકે જો આ દ્રષ્ટિએ આઝણ ખાનના નિવેદનને જોઇએ તો તેમણે સાચી વાત કરી છે. એર માર્શલ પાંડેયને જ્યારે એ પૂછવામાં આવ્યું કે, આ પ્રકારના ભાષણો આઝમ ખાન જેવા નેતાઓ પોતાના સમુદાયના વધુમાં વધુ મત મેળવવા કરે છે, તો તેમનો જવાબ હતો કે, તે કોઇપણ પ્રયાસો કરે, પરંતુ સફળ નહીં થઇ શકે, કારણ કે દેશની જનતા બધુ જ જાણે છે, તેમને સત્યની જાણ છે.

આઝમ ખાન કદાચ એ નથી જાણતા કે જ્યારે સેનાનો કોઇ કેડેટ પાસિંગ આઉટ સેરેમનીની પરેડમાં સામેલ થાય છે, તો તેને ગીતા, કુરાણ, ગુરુગ્રંથ સાહેબ અને બાઇબલ ત્રણેયની શપથ અપાવવામાં આવે છે. એ વાતથી કોઇ ફેર નથી પડતો કે તે હિન્દુ છે કે મુસલમાન, શીખ છે કે ખ્રિસ્તી.

આઝમની હિંમત કેવી રીતે થઇ આવું બોલવાની?

ભારતીય સેનાના મેજર રેંકના અધિકારીની પ્રતિક્રિયા જાણી તો તેઓ આ નિવેદન સાંભળતા જ નારાજ થઇ ગયા. તેમણે આ નિવેદનની આકરી નિંદા કરી અને કહ્યું કે, આપણા દેશના નેતાઓનું સ્તર એટલું નીચે જઇ રહ્યું છે કે તેઓ કંઇપણ બોલતો પહેલા વિચારતા નથી. આ અધિકારીએ ગુસ્સામાં કહ્યું કે, આવું બોલવાની આઝમ ખાનની હિંમત કેવી રીતે થઇ. જો તેમનામાં હિંમત હોય તો એકવાર બોર્ડર પર આવે અને જુએ કે કેવી રીતે દિવસ-રાત, વરસાદ, બરફબારી અને ગરમીની ચિંતા કર્યા વગર અમે સરહદ પર તેનાત રહીએ છીએ. આ અધિકારીએ કહ્યું કે એનડીએ અથવા આઇએમએમાં જ્યારે કોઇ કેડેટ આવે છે, તો તેને સર્વધર્મ સમભાવની વાત શીખવવામાં આવે છે.

બધાના પ્રયાસોથી મળી જીત

આઝમની આ ટિપ્પણી પર સેનાના વર્તમાન અધિકારી તો નારાજ છે જ પરંતુ પૂર્વ અધિકારીઓ પણ ઘણા નારાજ થે. પૂર્વ સેના પ્રમુખ અને ગાજિયાબાદ ભાજપના ઉમેદવાર નિવૃત્ત જનરલ વિકે સિંહે આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. જનરલ સિંહે કહ્યું કે, જે લોકો આવું બોલી રહ્યાં છે, તે પહેલા તથ્યોને ચકાસવા જોઇએ. કારગિલ વિજય દરેક ભારતીય સૈનિકના પ્રયાસ અને બહાદૂરીના કારણે છે.

English summary
Armed forces officers slammed Samajwadi Party leader and UP minister Azam Khan for his statement over Muslims' contribution in Kargil War.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more