• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exclusive Interview: સ્મૃતિ ઇરાનીએ કહ્યું, પુરૂ થઇ ગયું છે રાહુલનું પ્રકરણ

By Kumar Dushyant
|

બેંગ્લોર, 8 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ સ્મૃતિ જ્યૂબિન ઇરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમનું કેરિયર તો અરનબ ગોસ્વામીની સાથે ટીવી ઇન્ટરવ્યુના દિવસે ખતમ થઇ ગયું છે. લોકસભા ચૂંટણીમાં જે કરી રહ્યાં છે, તે ફક્ત ફોર્માલિટી છે.

બેંગ્લોરના આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં વનઇન્ડિયાની સૈડ્રા ફર્નાડીઝ સાથે ખાસ વાતચીતમાં સ્મૃતિ ઇરાનીને સૌથી પહેલાં નોર્થ ઇસ્ટના લોકોની અસમર્થતા અને નીડો હત્યાકાંડ પર પૂછવામાં આવ્યું હતું. સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે દેશમાં અટલ બિહારી વાજપેયીની સરકાર પહેલી સરકાર હતી, જેને નોર્થ ઇસ્ટના લોકો પર ફોકસ કર્યું. તેમની જરૂરિયાતોને સમજી અને તે સરકારે જ આ વાતને હંમેશા ઉપાડી છે કે નોર્થ ઇસ્ટમાં વિકાસની સખત જરૂરિયાત છે. દુભાર્ગ્યવશ ગત દસ વર્ષોમાં નોર્થ-ઇસ્ટના રાજ્ય વિકાસના મુદ્દે પછાત છે. આ કારણથી જ ત્યાં સારું શિક્ષણ અને રોજગારી મળતી નથી અને લોકોને અન્ય રાજ્યોમાં જવું પડે છે.

સ્મૃતિ ઇરાનીએ આગળ કહ્યું હતું કે મારું દુર્ભાગ્ય છે જે આજે હું અહીં વૈશ્વિક સ્તર પર યોજાનારી ચર્ચાનો ભાગ બનવા જઇ રહી છું, પરંતુ નોર્થ ઇસ્ટના વિકાસ પર બોલવા માટે મારી પાસે કશું નથી, તે ખરેખર ચિંતાજનક છે. 2014ની ચૂંટણી બાદ જ્યારેપણ ભાજપની સરકાર આવશે, ત્યારે નોર્થ ઇસ્ટ જ નહી પરંતુ દેશના દરેક નાગરિકને સુરક્ષા મળશે અને તે પોતાને સુરક્ષિત અનુભવ કરશે, કારણ કે અમે દેશના દરેક ખૂણામાં રોજગારની તકોને જોઇ રહ્યાં છીએ અને શોધી રહ્યાં છીએ.

smriti-z-irani-600

કોંગ્રેસને ખાઇ જશે આમ આદમી પાર્ટી

સ્મૃતિ ઇરાનીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકો સાથે એકદમ નજીકથી જોડાયેલ છે. લોકો કહે છે કે કે ભાજપ નરેન્દ્ર મોદીને ચાવાળા ગણાવીને વોટ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે, આ મુદ્દે તમે શું કહો છો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે આમ કહેવું ખોટું હશે કે ભાજપ નરેન્દ્ર મોદીને ચા વાળા કહીને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. સાચું કહીએ તો આમ આદમી પાર્ટી ભાજપને નહી પરંતુ કોંગ્રેસના વોટ અને સંસદીય સીટ ખાઇ જવા માટે તૈયાર છે અને ખાઇ પણ જશે. આપ પાર્ટીના નેતાઓને બસ ફક્ત નાટક કરતાં જ આવડે છે.

આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આપની પાસે સત્તા અને સિદ્ધાંત કોઇ એકને પસંદ કરવાનો વિકલ્પ છે. તે પોતાના સિદ્ધાંતોની બલી ચઢાવી શકે છે પરંતુ અમે નહી. આ તે લોકો છે જે સૌથી ભ્રષ્ટ કોંગ્રેસ પાર્ટી સાથે સત્તામાં આવ્યા છે. આ લોકો પાસે નરેન્દ્ર મોદીના વિકાસ મોડલનો કોઇ જવાબ નથી.

કોંગ્રેસની ઓફિશિયલ પાર્ટનર છે આપ

સ્મૃતિ ઇરાનીને પૂછવામાં આવ્યું કે મણિશંકર ઐય્યર અને કેટલાક કોંગ્રેસીઓએ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો, પરંતુ ભાજપ દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં ન આવી. આમા પર સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે ભાજપ કાર્યકર્તા માટે આ ગર્વની વાત છે કે નરેન્દ્ર મોદી જેવા નેતૃત્વની સાથે તેમને કામ કરવાની તક મળી રહી છે. નરેન્દ્ર મોદીએ જે પ્રકારે મહેનતનો આકરો પરિચય આપ્યો છે, તેને આગળ આ વાતોનો જવાબ આપવો નાની વાત લાગે છે.

સ્મૃતિ ઇરાનીને પૂછવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ટક્કર આપવા માટે ભાજપનો શું પ્લાન છે, સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે કોંગ્રેસ વિરૂદ્ધ લહેર ઉઠી છે. આમ આદમી પાર્ટી આધિકારિક રીતે કોંગ્રેસની પાર્ટનર બની ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીનું મિશન 272+ જરૂર પુરૂ થશે. દુનિયાભરના સર્વેક્ષણ પણ આ વાત કહી રહ્યાં છે.

તેમને પૂછવામાં આવ્યું હતું કે કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે તમે રાહુલ ગાંધીને તમે કેવી રીતે જુઓ છો, તો સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે ટાઇમ્સ નાવ પર અરનબ ગૌસ્વામીની સાથે તેમના ઇન્ટરવ્યું બાદ રાહુલ ગાંધીનું ચેપ્ટર ખતમ થઇ ચૂક્યું છે. આ ચેપ્ટરની સાથે તેમનું કેરિયર પણ ખતમ થઇ ગયું છે.

English summary
During the 6th International Women Conference organized at Sri Sri Ravishankar's ashram in Bangalore BJP's Mahila Morcha leader Smriti Z Irani said that Rahul Gandhi's career is ended with his first TV interview.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more