For Quick Alerts
For Daily Alerts
Exclusive: મોદીના 'મન કી બાત' પર જાણો બેદીના મનની વાત
નવી દિલ્હી, 23 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ખેડૂતો સાથે પોતાના મનની વાત રેડીયો પર કરી. રેડિયો દ્વારા નરેન્દ્ર મોદીએ ખુદને ખેડૂતો સાથે જોડવાની વાત કહી. મોદીએ જમીન સંપાદન ખરડાને લઇને ખેડૂતોની સામે પોતાની વાત મૂકી અને તેમને તેમના લાભ અંગે વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કર્યો.
આ મુદ્દા પર અમે મોદીની પ્રબળ સમર્થકોમાની એક પૂર્વ આઇપીએસ અધિકારી અને ભાજપ નેતા કિરણ બેદી સાથે મુલાકાત કરી. કિરણ બેદીએ વડાપ્રધાનની વાતો પર પોતાના મનની વાત કહી, અને જણાવ્યું કે લોકોએ મોદીજી પર વિશ્વાસ રાખવો જોઇએ.
તેમણે જણાવ્યું કે મોદીજીએ મુખ્યમંત્રી રહેતા ખેડૂતોની સમસ્યાઓને સમજી છે એવામાં હવે દેશને તેમના પર વિશ્વાસ કરવો જોઇએ. તેમણે જણાવ્યું કે હવે આ જિલ્લા અધિકારીઓ અને પંચાયતની જવાબદારી હોવી જોઇએ કે તેઓ મોદીજીની વાતને ઘર-ઘર સુધી પહોંચાડે અને જમીન સંપાદનના ફાયદા અંગે જણાવે. જોકે તેમણે એ પણ આશંકા વ્યક્ત કરી કે આ કામ રાજ્ય સરકારો યોગ્ય રીતે નથી કરવા દે. તેમણે જણાવ્યું કે મોદીજીની વાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે મીડિયાએ પણ હકારાત્મક ભૂમિકા નિભાવવી જોઇએ.
અહીં સાંભળો શું કહ્યું કિરણ બેદીએ...