• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exit Poll: મહારાષ્ટ્ર-હરિયાણામાં છવાયો મોદીનો જાદુ, પણ બહુમતીથી દૂર

|
નવી દિલ્હી, 15 ઓક્ટોબર: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન સમાપ્ત થઇ ગયું છે. મતદાન પૂરું થવાની સાથે જ એક્ઝિટ પોલ સર્વે સામે આવવા લાગ્યા છે. અત્યાર સુધી સામે આવેલા એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યોમાં મોદીનો જાદુ જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં ભાજપ મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે, જોકે તે બહુમતથી થોડે દૂર છે. આવો જોઇએ શું કહે છે એક્ઝિટ પોલના આંકડાઓ...
મહારાષ્ટ્ર:

એક્સિસના સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના સહયોગીઓને 98થી 108 બેઠકો મળી રહી છે, જ્યારે શિવસેનાને 84થી 93 બેઠકો મળતી દેખાઇ રહી છે. કોંગ્રેસને 43-48 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે તેની પહેલાની સાથી પાર્ટી એનસીપીને 33થી 38 બેઠકો મળી શકે છે. એમએનએસને 3 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યને 27 બેઠકોનું અનુમાન છે.

સર્વે/ પાર્ટી ભાજપ શિવસેના કોંગ્રેસ એનસીપી એમએનએસ અન્ય
એક્સિસ સર્વે 98-108 84-93 43-48 33-38 3 27
ટાઇમ્મ નાઉ-સીવોટર
129 56 43 36 12 12
એબીપી નીલસન

127 77 40 34 5 5
ઇન્ડિયા ટીવી-સીવોટર 124-134 55-61 38-48 31-41 9-15 9-15
News24-ટૂડેઝ ચાણક્ય

151 71 27 28 11 -
modi
હરિયાણાની સ્થિતિ:

એક્સિસના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ અને આઇએનએલડીની વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યા ભાજપને 29થી 33 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે આઇએનએલડીને 31થી 35 બેઠકો મળતી દેખાઇ રહી છે. કોંગ્રેસને 18થી 20 બેઠકો મળવાની સંભાવના છે. આ ઉપરાંત એચજેસીને 3+2 અને અન્યને 7 બેઠકો મળતી દેખાઇ રહી છે.

અત્રે નોંધનીય છે કે 2009ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 40 બેઠકો મળી હતી. આઇએનએલડીને 31 બેઠકો મળી હતી. ભાજપને માત્ર 4 બેઠકો મળી હતી. એજેસી અને એચજેપીના ખાતામાં 6 અને અન્યના ખાતામાં 9 બેઠકો આવી હતી.

સર્વે/ પાર્ટી ભાજપ આઇએનએલડી કોંગ્રેસ એચજેસી+એચજેપી અન્ય
એક્સિસ સર્વે 29-33 31-35 18-20 3+2 -
ટાઇમ્મ નાઉ-સીવોટર 37 28 15 6 4
એબીપી નીલસન 46 29 10 2 3
ઇન્ડિયા ટીવી-સીવોટર 34-40 25-31 12-18 3-9 1-7
News24-ટૂડેઝ ચાણક્ય 52 23 10 5

-

English summary
Modi campaign helps, exit polls put BJP ahead in Maharashtra and Haryana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more