• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપની આશા પર ઝાડુ ફેરવતું 'આપ', 39 બેઠકો મળવાની આશા

|

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે શાંતિપૂર્ણ મતદાન યોજાઇ ગયું, 2013ની જેમ જ આ વખતે પણ દિલ્હી વાસીઓએ ભારે મતદાન કર્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ જ એક્ઝિટ પોલના પરિણામ પણ આવવાના શરુ થઇ ગયા છે. આખી

ચૂંટણીની અંદર મીડિયામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે જનતામાં લોકો ભાજપાના રંગથી રંગાયેલા જોવા મળ્યા. એબીપી ન્યૂઝ અને નીલ્સનના રેકોર્ડ પ્રમાણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરતા દેખાઇ રહી છે.

એબીપી-નીલ્સન

આપ- 39

ભાજપ- 28

કોંગ્રેસ- 03

વોટિંગની ટકાવારીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીની વોટિંગમાં 8 ટકા વોટોનો વધારો થયો છે. આપને 2013ના મુકાબલે 8 ટકા વધારે વોટ મળ્યા છે. 2013માં આપને 28 ટકા વોટ મળ્યા હતા જ્યારે આ વખતે તેને 37 ટકા વોટ મળતા દેખાઇ રહ્યા છે. જ્યારે ભાજપના વોટની ટકાવારી ઘટી છે. ભાજપને 32 ટકા વોટ મળ્યા છે. કોંગ્રેસની હાલ આ વખતે પણ ખરાબ દેખાઇ રહી છે. કોંગ્રેસને માત્ર 19 ટકા વોટ જ મળતા દેખાઇ રહ્યા છે.

નિલ્નસ, સી વોટર, સીસેરો અને ન્યૂઝ નેશન તમામે પોતાના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને માત્ર મોટી પાર્ટી તરીકે ઊભરતા બતાવી છે, જ્યારે શાનદાર બહુમતી મળવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

બીજો એક્ઝિટ પોલ સીસેરો-આજતકનો છે. જેમાં આપને 35થી 43 બેઠકો આપવામાં આવી છે, ભાજપને 23થી 29 કોંગ્રેસને 3થી 5 અને અન્યને 0થી 2 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જ્યારે ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલમાં આપને સૌથી વધારે 39થી 43 બેઠકો આપવામાં આવી છે. જ્યારે ભાજપને 25થી 29, કોંગ્રેસને 1થી 3 અને અન્યને 0થી 1 બેઠક મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

English summary
Just after the polling in Delhi the exit poll results of Delhi Assembly Election 2015 have come out. Here are the results of ABP-niselon exit polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more