For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Polls 2018: પાંચ રાજ્યોની વિધાનસભા પર કોણ રાજ કરશે?

Exit Polls 2018: પાંચ રાજ્યોની વિધાનસભા પર કોણ રાજ કરશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજસ્થાન અને તેલંગાણામાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીની સાથે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ રહી છે. મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં પહેલાં જ વોટિંગ થઈ ગયું છે. પાંચ રાજ્યોના ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં બંધ થઈ જશે. પરિણામ 11 ડિસેમ્બરના રોજ સામે આવશે, તેની પહેલા એક્ઝિટ પોલ શું કહે છે, તે અમે તમને બતાવીશું. સાંજે મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ દ્વારા અમે તમારી સાથે જોડાશું. જાણો, એક્ઝિટ પોલમાં આ પાંચ રાજ્યોમાં કઈ-કઈ પાર્ટીની સરકાર બની રહી છે.

exit polls

Newest First Oldest First
8:29 PM, 7 Dec

ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશમાં ફરી ભાજપની સરકાર આવી રહી છે. અહીં ભાજપને 122-130 સીટ મળી રહી છે. કોંગ્રેસને 86-92 સીટ, બસપાને 04-08 તથા અન્યોને 8-10 સીટ મળી રહી છે.
8:28 PM, 7 Dec

ઈન્ડિયા ટીવીના પોલમાં છત્તીસગઢમાં કોંગ્રેસને 32-38 સીટ, ભાજપને 42-50 સીટ, બસપા ગઠબંધનને 6-8 સીટ તથા અન્યોને 1-3 સીટ મળી રહી છે.
8:27 PM, 7 Dec

ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસને 100માંથી 110 સીટ, ભાજપને 80-90 સીટ, બસપાને 1-3 સીટ તથા અન્યોને 6-8 સીટ મળી રહી છે.
8:21 PM, 7 Dec

લોકનીતિ-સીએસડીએસના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ છે. ગત ચૂંટણી હારી કોંગ્રેસે તગડી વાપસી કરી છે. રાજ્યની 200 સીટમાંથી કોંગ્રેસને 101, ભાજપને 83 તથા અન્યોને 15 સીટ મળી રહી હોવાની વાત સર્વેમાં સામે આવી છે.
8:20 PM, 7 Dec

ન્યૂઝ 24-પેસ મીડિયાના સર્વેમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર આવી રહી છે. અહીં 200 સીટ પર થયેલ ચૂંટણીમાંથી કોંગ્રેસ 110-120 સીટ પર જીત મેળવી રહી છે અને આસાનીથી બહુમત 101ના આંકડાને પાર કરી રહી છે. ભાજપને 70-80 સીટ મળી રહી છે. અન્યોને 5-15 સુધીની સીટ મળી રહી છે.
7:52 PM, 7 Dec

ટુ઼ડેઝ ચાણક્યએ પોતાના એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને લિડની વાત કહી છે. 230 સીટમાંથી કોંગ્રેસને 125 અને ભાજપને 103 સીટ મળી રહી છે.
7:50 PM, 7 Dec

ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં છત્તીસગઢમાં કોંગ્રેસની બહુમતથી સરકાર બની રહી છે. કોંગ્રેસને અહીં 50 સીટ અને ભાજપને 36 સીટ મળી રહી છે.
7:34 PM, 7 Dec

લોકનીતિ-સીએસડીએસના એક્ઝિટ પોલમાં છત્તીસગઢમાં ભાજપને ભારે મહુમતી મળી રહી છે. રાજ્યની 90માંથી ભાજપ 52 સીટ જીતી રહ્યું છે, કોંગ્રેસને 35 સીટ તથા અન્યોને 3 સીટ મળી રહી છે.
7:33 PM, 7 Dec

જન કી બાતના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં બાજપ અને કોંગ્રેસમાં ખરાખરીનો મુકાબલો છે. અહીં ભાજપ 83-103, કોંગ્રેસ 81-101 તથા અન્યોને 15 સીટ મળી રહી છે.
7:32 PM, 7 Dec

સી-વોટરના સર્વેમાં રાજસ્થાનમાં કોંગ્રેસને 129-145 સીટ મળી રહી છે. ભાજપને 52-68 તથા અન્યોને 11 સીટ મળી શકે છે.
7:31 PM, 7 Dec

તેલંગાણામાં સી-વોટરના પોલમાં ટીઆરએસને 48-60 સીટ અને કોંગ્રેસ ગઠબંધનને 47થી 59 સીટ મળી રહી છે.
7:31 PM, 7 Dec

ઈન્ડિયા ટુ઼ડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં તેલંગાણામાં ટીઆરએસને પૂર્ણ બહુમત મળી રહ્યું છે. ટીઆરએસને 119માંથી 79-91 સીટ મળી રહી છે. કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 21-33 સીટ, ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમને 4-7 સીટ અને ભાજપને 1-3 સીટ મળી રહી છે.
7:24 PM, 7 Dec

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં છત્તીસગઢમાં કોંગ્રેસ ભારે મહુમતીથી જીતી રહી છે. કોંગ્રેસને અહીં 90માંથી 55-65 સીટ, ભાજપ- 21-31 તથા અન્યોને 4-08 સીટ મળી રહી છે.
7:00 PM, 7 Dec

ન્યૂઝ 24-પેસ મીડિયાના એક્ઝિટ પોલમાં રાજસ્થાનની 200 સીટમાંથી ભાજપને 70-80, કોંગ્રેસને 110-120 તથા અન્યોને 5-15 સીટ મળી રહી છે.
6:41 PM, 7 Dec

રિપબ્લિક અને સી-વોટર્સના સર્વેમાં મિઝોરમમાં કોંગ્રેસની સરકાર ફેંકાઈ શકે છે. અહીં 40 સીટમાં મિઝોરમ નેશનલ ફ્રન્ટને 16-20 સીટ મળી રહી છે. કોંગ્રેસને 14-18 સીટ જ્યારે અન્યોને 3-10 સીટ મળી રહી છે. ભાજપને અહીં મિંડું મળે તેવા અણસાર જણાઈ રહ્યા છે.
6:30 PM, 7 Dec

ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને 112થી 130 સીટ સાથે બહુમતી મળી રહી છે. કોંગ્રેસને 86થી 92, બીએસપીને 4થી 8 અને અન્યોને 8થી 10 સીટ મળી રહી છે.
6:29 PM, 7 Dec

ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નજીકનો મુકાબલો છે. અહીં 230 સીટમાંથી ભાજપને 108થી 112 સીટ અને કોંગ્રેસને 105થી 109 સીટ મળી રહી છે. અન્યને 11થી 15 સીટ મળી રહી છે. વોટ શેરિંગની વાત કરીએ તો કોંગ્રેસને-39 વોટ શેર, ભાજપને 40 ટકા તથા અન્યોને 14 ટકા વોટ શેર મળી રહ્યા છે.
6:21 PM, 7 Dec

લોકનીતિ-સીએસડીએસ મુજબ મધ્ય પ્રદેશની 230 વિધઆનસભા સીટમાંથી કોંગ્રેસને 126 સીટ અને ભાજપને 94 સીટ મળી રહી છે. અન્યોને 10 સીટ મળી રહી છે.
6:21 PM, 7 Dec

ટાઈમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલમાં તેલંગાણામાં ટીઆરએસની સરકાર વાપસી કરી રહી છે. રાજ્યની 119 સીટમાંથી ટીઆરએસને 66, કોંગ્રેસને 37, ભાજપને સાત તથા અન્યોને 9 સીટ મળી રહી છે.
6:18 PM, 7 Dec

ન્યૂઝ 24-પેસ મીડિયાના એક્ઝિટ પોલમાં છત્તીસગઢની 90 સીટમાંથી ભાજપને 36થી 42 સીટ, કોંગ્રેસને 45થી 51 અને અન્યોને 4થી 8 સીટ મળતી જણાઈ રહી છે.
6:18 PM, 7 Dec

ટાઈમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 105, ભાજપને 85, બીએસપીને 2 અને અન્યોને 7 સીટ મળી રહી છે.
6:18 PM, 7 Dec

ટાઈમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલમાં છત્તીસગઢમાં ભાજપ 46 સીટ જીતી રહી છે. કોંગ્રેસને 35, બીએસપીને 7 અને અન્યોને 2 સીટ મળી રહી છે.
6:18 PM, 7 Dec

મધ્ય પ્રદેશમાં ટાઈમ્સ નાઉ-સીએનએક્સ એક્ઝિટ પોલમાં ભાજપને 126, કોંગ્રેસને 89, બીએસપીને 6 તથા અનોયને 9 સીટ મળી રહી છે.
6:18 PM, 7 Dec

ઈન્ડિયા ટુડે- એક્સેસ માય ઈન્ડિયા મુજબ મધ્ય પ્રદેશમાં ભાજપ 102-120 જ્યારે કોંગ્રેસ 104-122 સીટ જીતી રહી છે. બસપાને માત્ર 1-3 અને અન્ય પક્ષોને 3-8 સીટ મળી રહી છે.
6:17 PM, 7 Dec

મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા સીટ પર ચૂંટણી થઈ છે અે અહીં બહુમત માટે કુલ 116 સીટની જરૂરત છે. સૌથી પહેલા ચંબલ વિસ્તારની વાત કરીએ તો ભાજપના ખાતામાં 36 ટકા વોટ જતાં દેખાઈ રહ્યાં છે અને કોંગ્રેસ અહીં ભારે પડતી જોવા મળી રહી છે અને 43 ટકા વોટ શેર સાથે ભાજપ લિડમાં હોવાનું જણાઈ રહ્યું છે. અને અન્યના ખાતામાં 22 ટકા વોટ શેર જાતા દેખાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના ચંબલ વિસ્તારમાં 34 ટકા સીટ આવે છે અને આ ક્ષેત્રમાં શ્યોપુર, ભિંડ, મુરૈનાા જેવા મોટા વિસ્તાર છે. અહીં ભાજપને નિષ્ફળતા મળતી જણાઈ રહી છ અને ભાજપ 10 સીટ જીતે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી માટે ગુડ ન્યૂઝ છે, આ ક્ષેત્રમાં કોંગ્રેસ 21 સીટ જીતતી જણાઈ રહી છે. આ ઉપરાંત અન્યના ખાતામાં 2 સીટ જતી જણાઈ રહી છે.
6:17 PM, 7 Dec

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. અહીં સાંજે 5 વાગ્યા સુધી 72.7 ટકા વોટિંગ થયું છે. પાછલી ચૂંટણી એટલે કે 2013ની ચૂંટણીમાં રાજસ્થાનમાં 75 ટકા મતદાન નોંધાયું હતું.
5:42 PM, 7 Dec

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. અહીં સાંજે 5 વાગ્યા સુધી 72.7 ટકા વોટિંગ થયું છે. પાછલી ચૂંટણી એટલે કે 2013ની ચૂંટણીમાં રાજસ્થાનમાં 75 ટકા મતદાન નોંધાયું હતું.
5:41 PM, 7 Dec

રાજસ્થાનમાં 2008માં 66 ટકા લોકોએ વોટિંગ કર્યું હતું અને એ સમયે કોંગ્રેસની સરકાર બની હતી. આ ઉપરાંત 2013માં રાજસ્થાનમાં 75 ટકા વોટિંગ થયું હતું જે બાદ ત્યાં ભાજપની સરકાર બની હતી. આ ઉપરાંત પહેલાના આંકડાઓ પણ દર્શાવે છે કે જેવી રીતે 2003માં 67 ટકા વોટિંગ બાદ ભાજપની સરકાર બની હતી અને 1998માં 63 ટકા વોટિંગ બાદ કોંગ્રેસની સરકાર બની હતી. ટ્રેન્ડ છે કે વોટિંગ વધે છે તો ભાજપની સરકાર આવે છે અને વોટિંગ ઘટે છે તો કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો મળનાર છે. હજુ સુધી રાજસ્થાનમાં વોટિંગ ટકાવારીના આંકડા સામે આવ્યા નથી.
5:39 PM, 7 Dec

28 નવેમ્બરે થયેલ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કુલ 74.85 ટકા મતદાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ભાજપે દાવો કર્યો હતો કે આ વખતે વધુમાં વધુ લોકોએ શિવરાજ સિંહ ચૌહાણની સરકાર બનાવવા માટે વોટિંગ કર્યું છે. આના આધાર પર દાવો કરવામાં આવ્યો કે એન્ટી ઈન્કમ્બેંસીનું ફેક્ટર મધ્યપ્રદેશમાં અસરકારક નથી રહ્યું.
5:35 PM, 7 Dec

મધ્ય પ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટ છે અને અહીં 28 નવેમ્બરે ચૂંટણી થઈ હતી. પાછલા ત્રણ કાર્યકાળથી અહીં ભાજપની સરકાર સત્તા પર છે, 15 વર્ષથી શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રીની ખુરશી પર વિરાજમાન છે. મધ્ય પ્રદેશના જાણકાર જયંત સિંહ તોમરનું કહેવું છે કે ચૂંટણીમાં પીએમ મોદીના મા અને પિતાના નામને ઘસેડવાની વધુ અસર વોટર્સ પર જોવા નહિ મળે. સૌરભ માલવીયાએ કહ્યું કે માળવાના આદિવાસી વિસ્તારો આ વખતે શિવરાજ સિંહ ચૌહાણની સરકાર માટે વોટ કરતા જોવા મળી રહ્યા છે. આ વખતે નારો પણ આપવામાં આવ્યો છે કે અબકી બાર, આદિવાસી સરકાર. જેને લઈને આદિવાસી જાતિ ઉત્સાહિત જોવા મળી રહી છે.
READ MORE

English summary
Exit polls 2018: Who will rule the five state assemblies?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X